ગાંધીનગરઃ કોરોના સંકટને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પણ વિદ્યાર્થીઓને મોટી રાહત આવી છે. સીબીએસઈ અને આઈસીએસઈ બોર્ડ બાદ ગુજરાત બોર્ડે પણ ધોરણ 12ની પરીક્ષા રદ કરી દીધી છે. ગુજરાત સરકારે બુધવારે 12માં ધોરણની પરીક્ષા રદ્દ કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણય પહેલા ગુજરાત કેબિનેટની બેઠક થઈ હતી. જેમાં પરીક્ષા રદ્દ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય ઉપર બધાની સહમતી બની હતી. કેબિનેટ બેઠકમાં એ પણ ચર્ચા થઈ હતી કે બીજી લહેરને ધ્યાનમાં રાખીને અત્યારે બાળકોના સ્વાસ્થ્ય ઉપર ખતરો છે. જેથી કોઈ ખતરો ઉઠાવી ન શકાય.
ઉલ્લેખનીય છે કે કાલે સીબીએસઈ બોર્ડની પરીક્ષા રદ કરવાના નિર્ણય લેતા સમયે પણ વડાપ્રધાન મોદીએ આ જ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય અમારી પહેલી પ્રાથમિક્તા છે.
મંગળવારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેરાત કરતા કહ્યું હતું કે, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ 1 જુલાઈ 2021થી શરુ ઝવા જઈ રહી છે. આ સમયે ગુજરાત બોર્ડે પરીક્ષાનું સમય પત્ર પણ જાહેર કર્યું હતું.
મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં ધો.12 સાયન્સના 1.40 લાખ અને સામાન્ય પ્રવાહના 5.52 લાખ મળીને 6.92 લાખ વિદ્યાર્થી ગુજરાત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરે છે.
આ વિદ્યાર્થીઓની તા.1 જૂનથી પરીક્ષા લેવાનો નિર્ણય કરી પરીક્ષા કાર્યક્રમ પણ મંગળવારે જાહેર કર્યો હતો. રાજ્યના દરેક જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો છે ત્યાં પરીક્ષાની તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકારે કોરોનાકાળમાં આ નિર્ણય લેતા વિદ્યાર્થીઓની સાથે વાલીઓની ચિંતા પણ દૂર થઇ છે.