રાજકોટમાં બાળકોમાં મ્યુકરમાઇકોસિસ જેવા એમઆઇએસસી સિન્ડ્રોમના કેસમાં વધારો થયો છે. હાલ રાજકોટમાં 88 બાળકો એમઆઇએસસી સિન્ડ્રોમની સારવાર લઈ રહ્યા છે. જ્યારે રાજકોટ સિવિલમાં 12 બાળકો સારવાર હેઠળ છે. બાળકોમાં થતો સિન્ડ્રોમના રોગમાં એક બાળક પાછળ ચાર લાખથી વધુનો ખર્ચ આવતો હોવાનો અંદાજ છે.બાળકો કોરોનાથી સાજા થયા બાદ 4 થી 6 અઠવાડિયા પછી આ રોગની અસર જોવા મળે છે. શરીર લાલ થવું, સોજો આવવો તેમજ તાવ આવવો જેવા આ સિન્ડ્રોમના લક્ષણો છે. જેની સારવાર માટે આઇવીઆઇજીના ઇન્જેક્શન જરૂરી છે. પરંતુ આ ઇન્જેક્શનની કિંમત 8 હજાર કરતા પણ વધારે છે.
