હિન્દુ ધર્મ અનુસાર અઠવાડિયાના દરેક દિવસ નું એક અલગ જ મહત્વ હોય છે. આપણા દરેક દિવસ પ્રમાણે દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ. બુધવાર પ્રથમ પૂજનીય ગણેશ ગજાનંદનો દિવસ ગણાય છે. દરેક શુભ કાર્ય મા ગણપતિની પૂજા પ્રથમ કરવામાં આવે છે. આ શુભ દિવસ હોવા છતાં પણ દીકરી ને બુધવારે સાસરે મોકલવામાં આવતી નથી. એ પાછળનું એક કારણ માનવામાં આવે છે કે બુધવારના દિવસે દીકરી ને છોડી દેવી યોગ્ય નથી. ખુબ અશુભ માનવામા આવે છે.એવુ કહેવાય છે કે બુધવારના દિવસે સાસરીમાં મોકલતા દીકરીનો અકસ્માત થઈ શેક છે. તમારી પુત્રીના સાસરિયાઓ સાથેનો તમારો સંબંધ પણ બગડી શકે છે. પૌરાણિક માન્યતા અનુસાર બુધ ગ્રહ અને ચંદ્ર વચ્ચે બનતી નથી. બુધ તેને પોતાનો દુશ્મનમાને છે. પણ ચંદ્ર બુધ ને દુશ્મન નથી માનતો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચંદ્રને મુસાફરીનું પરિબળ માનવામાં આવે છે. અને બુધ આવક અને લાભનો સ્ત્રોત છે. અને જો કુંડળીમાં બુધ ખરાબ હોય તો અકસ્માત થવાની શક્યતા વધી જાય છે.એટલા માટે એવી માન્યતા છે કે બુધવારે પુત્રીઓને સાસરે ન મૂકવી જોઈએ.
