અત્યારે આખી દુનિયામાં હાહાકાર ફેલાવનાર કોરોના વાયરસ ચીનની વુહાન લેબમાંથી ફેલાયો હોવાના એક પછી એક પુરાવા સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક પુરાવો સામે આવ્યો હોવાનો અમેરિકાના ગુપ્ત રિપોર્ટમાં દાવો કરાયો છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે દુનિયામાં કોરોનાની મહામારી ફેલવાના લગભગ એક મહિના પહેવા વુહાન લેબના 3 શોધકર્તા બિમાર પડ્યા હતા. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના સમાચાર મુજબ વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના 3 શોધકર્તા નવેમ્બર 2019માં બીમાર પડ્યા હતા અને તેમને હોસ્પિટલની મદદ માંગી હતી.
આ ખાનગી રિપોર્ટમાં વુહાન લેબના બિમાર શોધકર્તાઓની સંખ્યા, તેમના બીમાર પડવાના સમય અને હોસ્પિટલ જવા સાથે જોડાયેલી વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. આશા વ્યક્ત કરાઈ રહી છે કે ખાનગી રિપોર્ટની માહિતી તે દાવાની તપાસ કરવા માટે ભાર મુકશે જેમાં વુહાન લેબથી કોરોના વાયરસ ફેલાયાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ રિપોર્ટ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની તે બેઠકના એક દિવસ પહેલા આવ્યો જેમાં ડબ્લ્યૂએચઓના કોરોના વાયરસના ઉદ્ગમ અંગે આગળના તબક્કાની તપાસ પર ચર્ચાનો અંદાજો છે.
અમેરિકન સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તાએ વોલ સ્ટ્રીટ જર્નલના આ સમાચાર પર કોઈ ટિપ્પણી નથી કરી પરંતુ તેમણે કહ્યુ કે બાયડન પ્રશાસન કોરોના વાયરસના ઉદ્ગમની તપાસને લઈને ગંભીર છે. આની પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની એક ટીમ મહામારી સાથે જોડાયેવલા તથ્યોને શોધવા વુહાન ગઈ હતી. જો કે બાદમાં ડબ્લ્યૂએચઓએ કહ્યુ હતુ કે આ સાબિત કરવા માટે પૂરતા તથ્યો નથી કે કોરોના વુહાનની લેબમાંથી દુનિયામાં ફેલાયો.
પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસના ચીની વાયરસ અને વુહાન વાયરસ કહ્યા કરતા હતા અને ચીને આના પર ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. ચીન પર તપાસમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમને પૂરો સહકાર ન આપવા અને વુહાન લેબ સાથે જાણકારી છુપાવવાનો આરોપ લાગતા રહ્યા છે.