અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં કડક પ્રતિબંધો વચ્ચે કોરોના ધીમે ધીમે અંકુશમાં આવતો દેખાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવના 3794 નવા કેસ નોંધાયા છે ત્યારે 24 કલાકમાં 53 દર્દીઓના મોત નીપજ્યા છે. આ ઉપરાંત રાજ્યભરમાં 8734 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પહોંચ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,03,760 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યનો રીકવરી રેટ 89.26 ટકા જેટલો પહોંચ્યો છે. રાજ્યમાં આજે કુલ 1,68,248 લોકોને રસી આપવામાં આવી છે.
રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 545, વડોદરા શહેરમાં 367, સુરત શહેરમાં 284, રાજકોટ શહેરમાં 178, જામનગર શહેરમાં 102 કેસ નોંધાયા છે.
આ ઉપરાંત સુરતમાં 161, વડોદરામાં 131, સાબરકાંઠામાં 130, આણંદમાં 125, રાજકોટમાં 125, પંચમહાલમાં 105, બનાસકાંઠામાં 99, મહેસાણામાં 99, પોરબંદરમાં 88, કચ્છમાં 87, ખેડામાં 85, પાટણમાં 84, ભરૂચમાં 82, અમરેલીમાં 81, જુનાગઢ શહેરમાં 68, ભાવનગર શહેરમાં 69 કેસ નોંધાયા છે.
આ ઉપરાંત દેવભુમી દ્વારકા 58, જામનગર 54, નર્મદા 51, નવસારી 48, ભાવનગર 47, મહિસાગર 46, વલસાડ 44, ગીર સોમનાથ 42, ગાંધીનગરમાં 41 આ ઉપરાંતના અન્ય જિલ્લાઓમાં 40 કરતા ઓછા કેસ નોંધાયા છે.
દર્દીઓની સ્થિતિની વાત કરીએ તો અત્યારે 652 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે ત્યારે 74,482 દર્દીઓ સ્ટબલ છે. અત્યાર સુધીમાં કુલ 9576 દર્દીઓના કોરોનાના કારણે મોત નીપજ્યા છે.