રાજ્ય સરકારે આપેલી છૂટ બાદ રાજકોટની તમામ બજાર ફરીવાર ધમધમતા થયા છે. મીની લોકડાઉન બાદ અલગ અલગ ક્ષેત્રની દુકાનો સવારથી ખુલી છે. જેમા ચા, પાન, કપડા અને હાર્ડવેર સહિતની દુકાનો ખુલી છે. નાના વેપારીઓએ લાંબા સમય બાદ ફરી ધંધા વેપાર ચાલુ કર્યા છે. ત્યારે સરકારની જાહેરાતથી રાજકોટના વેપારીઓમા ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે.રાજ્યમાં આજથી અઘોષિત લોકડાઉનમાં રાહત મળી છે. આજથી વેપારીઓ બજારો ખોલી છે. રાજ્યમાં આજથી લારી, ગલ્લા અને વેપારીઓને 6 કલાક સુધી વેપાર-ધંધા રાખવાની છૂટ મળી છે. બપોરે 3 વાગ્યા બાદ માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે. તમામ દુકાનો 6 કલાક જ ખુલ્લી રાખી શકાશે. 50 ટકા ક્ષમતા સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ ચાલુ રહેશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કે સ્ટેડિયમમાં પ્રેક્ષકો વગર રમતગમત યોજી શકાશે. તો લગ્ન પ્રસંગમાં મહત્તમ 50 વ્યક્તિને મંજૂરી અપાશે. તો અંતિમક્રિયા અને દફનવિધિમાં મહત્તમ 20 લોકો હાજર રહી શકશે.આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ સિવાય શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો, સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, સ્વિમિંગ પુલ, બંધ રહેશે. મંદિરો સહિતના ધાર્મિક સ્થાનો, રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક કે શૈક્ષણિક કાર્યક્મો અને મેળાવડા નહીં કરી શકાય. ઉપરાંત રાત્રી સમયે લગ્ન પ્રસંગો યોજી નહીં શકાય.
