બનાસકાંઠામાં આરોગ્ય વિભાગે 701 આરોગ્ય કર્મીઓ સામે પોલીસ ફરીયાદ દાખલ કરી છે. નેશનલ હેલ્થ કમિશન અંતર્ગત ફરજ બજાવતા આ કર્મચારીઓ સામે એપેડેમિક એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાઇ છે. આ ફરિયાદમાં આયુષ ડોકટર, ઓપરેટર, ફાર્માસિસ્ટ સહિત કર્મચારીઓ સામેલ છે. આ કર્મચારીઓએ 16 મેથી 18 મે સુધી પડતર માંગણીઓને લઈ હડતાળની ચીમકી ઉચ્ચારી હતી. કાયમી કરવાની અને પગાર વધારાની માગણીને લઈ હડતાળ પર ઉતર્યા હતા. આ અંગે બનાસકાંઠામાં તાલુકા હેલ્થ ઓફિસરોએ હડતાળ પર ઉતેરલા આ આરોગ્ય કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
