અમદાવાદ : શિવ કપૂરે રવિવારે સાતમી પેનાસોનિક ઓપન ગોલ્ફ ટૂર્નામેન્ટ જીતી લીધી છે. 326મી રેન્કિંગવાળો શિવ ટૂર્નામેન્ટના ચોથા દિવસે 4 અંડર 68 યાર્ડ રમ્યો હતો. તેનો કુલ સ્કોર 17 અંડર 271 રહ્યો હતો. ભારતીય ધરતી ઉપર તેનું પ્રથમ અને કુલ બીજુ એશિયન ટાઇટલ છે. શિવે ચોથા રાઉન્ડમાં પણ લીડ જારી રાખી હતી અને ત્રણ શોટના અંતરથી ટાઇટલ જીતી લીધું હતું. શિવ ચાર રાઉન્ડમાં અનુક્રમે 65, 69, 69, 68નો કાર્ડ રમ્યો હતો. ટૂર્નામેન્ટના સાત વર્ષના ઇતિહાસમાં છઠ્ઠી વખત કોઈ ભારતીયએ ટાઇટલ જીત્યું છે. વખતે પણ ટૂર્નામેન્ટના ટોપ-10માં નવ ભારતીયો રહ્યા હતા.
