અમદાવાદ: ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી અને વર્લ્ડ નંબર 2 કિદાંબી શ્રીકાંત અને પ્રણોય બુધવારે 82મી સિનીયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં આમને-સામને હશે. પ્રણોયએ શુભકર ડેને 21-14 21-17 થી હાર આપી હતી. જ્યારે શ્રીકાંતે લક્ષ્ય સેનને 21-16 21-18થી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
બુધવારે રમાનાર ફાઇનલ એક સપ્તાહથી કેટલાક સમય પહેલા થયેલ ફ્રેન્ચ ઓપન સેમીફાઇનલનું રિવીઝન હશે. જ્યાં બંને ખેલાડીઓ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળશે. મહિલા સિગલ સેમીફાઇનલમાં દુનિયાની 11મી નંબરની ખેલાડી સાઇના નેહવાલને અનુરા પ્રભુ દેસાઇને 21-11 21-10 થી હરાવવામાં ઘણી મહેનત કરવી પડી હતી. ઉપરાંત મિશ્રિત યુગલ ફાઇનલમાં સાત્વિક સાઇરાજ રંકી રેડ્ડી અને અશ્વિની પોનપ્પાની જોડીનો સામનો પ્રણવ જૈરી ચોપડા અને એન સિક્કી રેડ્ડીની ટોચની જોડી સાથે થશે.
