રાજકોટમાં કોરોના બાદ મ્યુકરમાઈકોસિસનો કેર વધતો જાય છે અને સિવિલ હોસ્પિટલમાં મ્યુકર માઈકોસિસના દર્દીઓ માટેના 500માંથી 200 બેડ ભરાઈ ગયા છે. એક તરફ સૌરાષ્ટ્રભરમાં આ રોગના દર્દીઓની સંખ્યા વધી રહી છે. બીજી તરફ એમફોટેરિસન-બી નામના ઈન્જેક્શનની અછત જોવા મળી છે છેલ્લા આઠ દિવસથી ખાનગી મેડિકલની દુકાને આ ઈન્જેક્શન મળતા નથી. રાજકોટમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં કુલ 400 જેટલા મ્યુકરમાઈકોસિસના દર્દીઓ દાખલ છે. ત્રણ હજાર ઈન્જેક્શનની માંગ છે.બે દિવસ પહેલા જ રાજકોટમાં 650 ઈન્જેક્શન આવ્યા હતા.પરંતુ આજે તમામ કંપનીની ઈન્જેક્શનની અછત જોવા મળી છે.
