SBIની Sovereign Gold Bond સ્કીમ: આ સ્કીમની શરૂઆત નવેમ્બર 2015માં થઇ હતી. તેનો હેતુ ફિઝિકલ ગોલ્ડની માંગમાં ઘટાડો કરવો તથા સોનાની ખરીદીમાં ઉપયોગમાં લેવાતી ઘરેલૂ બચતનો ઉપયોગ આર્થિક બચતમાં કરવાનો છે. ઘરમાં સોનુ ખરીદીને રાખવાના બદલે જો તમે સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરો છો તો તમે ટેક્સ પણ બચાવી શકો છો. બોન્ડની કિંમતો સોનાની કિંમતોમાં અસ્થિરતા પર નિર્ભર કરે છે. સોનાની કિંમતોમાં ઘટાડા પર ગોલ્ડ બોન્ડ નેગેટિવ રિટર્ન આપે છે. આ અસ્થિરતાને ઘટાડવા માટે સરકાર લોન્ગ ટર્મના ગોલ્ડ બોન્ડ જારી કરી રહી છે. તેમાં રોકાણનો પીરિયડ 8 વર્ષ હોય છે. પરંતુ તમે 5 વર્ષ બાદ પણ તમારા પૈસા ઉપાડી શકો છો. પાંચ વર્ષ બાદ પૈસા ઉપાડવા પર કેપિટલ ગેન ટેક્સ પણ નથી લગાવવામાં આવતો. જરૂર પડે તો ગોલ્ડની અવેજમાં ગોલ્ડ લોન પણ લઇ શકાય છે. ગોલ્ડ બોન્ડ પેપરને લોન માટે કોલેટરલ રૂપે પણ ઉપયોગમાં લઇ શકાય છે. તે પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટિફિકેટ જેવુ હોય છે.
SBI ગ્રાહક ઓનલાઇન પણ આ કામ કરી શકે છે. તેના માટે ઇન્ટરનેટ બેંકિંગ લોગિન કરવાનું છે. અહીં e-servicesનો વિકલ્પ જોવા મળશે. ત્યાં ક્લિક કરવાનું છે અને જે પેજ ખુલે ત્યાં Sovereign Gold Bond Schemeનો વિકલ્પ જોવા મળશે. આ વિકલ્પ પર ક્લિક કરવાનું છે અને આગળની પ્રક્રિયા પૂરી કરવાની છે. ઇંટ્રેસ્ટ ઇનકમ પર ટેક્સ લાગે છે, જ્યારે બોન્ડ રિડીમ કરવા પર કેપિટલ ગેમ સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી છે. કેન્દ્રીય નાણા મંત્રાલય તરફથી મળેલી સૂચના અનુસાર સોવરેન ગોલ્ડ બોન્ડ મેથી લઇને સપ્ટેમ્બર વચ્ચે છ હપ્તામાં જારી કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ હપ્તા અંતર્ગત 17થી 21મે વચ્ચે ખરીદી કરી શકાશે. પ્રથમ હપ્તા માટે બોન્ડ 25મેએ જારી કરવામાં આવશે. નાણા મંત્રાલયે જણાવ્યું કે ગોલ્ડ બોન્ડના ભાવ ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ દ્વારા જારી ભાવના સામાન્ય સરેરાશ ભાવ પર હશે. આ ભાવ રોકાણના સમયગાળા પહેલાના અઠવાડિયાના અંતિમ ત્રણ બિઝનેસ ડેઝ દરમિયાન 999 શુદ્ધતા વાળા સોનાના સરેરાશ ભાવ હશે. બોન્ડ ખરીદવા માટે ઓનલાઇન અથવા ફિઝિકલ માધ્યમથી ચુકવણી કરનારાઓને બોન્ડના ભાવમાં 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ મળશે.