ગુજરાત માં કોરોના થી અનેક લોકોના મોત થઈ ગયા છે અને સરકાર સાચા આંકડા કેમ છુપાવી રહી છે તે વાત સામે સવાલો ઉઠ્યા છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય નૈાશાદ સોલંકી અને ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર બે મહિના અને ચાર દિવસમાં જ કુલ મળીને ૩૧૬૩ લોકોના મોત થઈ ગયા છે, પણ સરકારી ચોપડે માત્ર ૧૨૨ લોકોના જ મોત દર્શાવાયા છે જે ખુબજ વિચિત્ર અને ચોંકાવનારી બાબત છે, હકીકતમાં ગુજરાતમાં કોરોનાનો મૃત્યુઆંક ઘણો મોટો છે.સરકાર નિષ્ફળતા ઢાંકવા મૃત્યુઆંક ઓછો દર્શાવી રહી હોવાનું લોકો માં ચર્ચાઈ રહ્યું છે.
સ્મશાનો માં એપ્રિલ મહિના માં વેઇટિંગ લાગતુ હતું તો પણ સરકારી ખાતા દ્વારા ઓછા આંકડા જાહેર કરાતા હતા જે વાત લોકો ભૂલ્યા નથી.
