નવી દિલ્હીઃ કોરોના કપરા સમયમાંથી પસાર થતાં દેશમાં લોકો ગ્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે વિરોધી પક્ષના તમામ નેતાઓ કોરોના અંગે મોદી સરકારને ઘેરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષે પણ પીએ મોદી ઉપર નિશાન સાધ્યું હતું. રાહલુ ગાંધીએ ટ્વીટ કરીને મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા છે. દેશમાં કોરોનાના કારણે જે સ્થિતિ ઉભી થઇ છે, તે માટે રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી મોદી સરકાર પ્રહાર અને આક્ષેપો કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ રવિવારે ટ્વિટ કરતા કહ્યું કે ‘શહેરો બાદ હવે ગામડાઓ પણ પરમાત્મા નિર્ભર!’. આ ટ્વિટની સાથે તેમણે એક સમાચારનું શીર્ષક સેર કર્યું છે. જેમાં લખેલું છે કે કોવિડ-19 : મહામારીની બીજી લહેર હવે ગામડાઓમાં પણ કહેર વરસાવી રહી છે.
આ પહેલા આજે સવારે રાહુલ ગાંધીએ ટ્વિટ વડે બે ફોટો શેર કર્યા હતા. જેમાં એક ફોટોમાં લોકો ઓક્સિજન સિલિન્ડર લઇને લાઇનમાં ઉભા છે, તો બીજી તસવીરમાં દિલ્હીમાં ઇન્ડિયા ગેય પાસ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. આ બંને તસવીરો શેર કરીને તેમણે લખ્યું છે કે દેશને પીએમ આવાસ નહીં, પરંતુ શ્વાસ જોઇએ છે.
ઉલ્લેખનીય છે આ પહેલે રાહુલ ગાંધીએ કરોના દર્દીઓને પુરતી માત્રામાં ઓક્સિજન પુરતા પ્રમાણમાં આપવાની અપીલ કરી હતી. આ પહેલા તેમણે દેશમાં સંપૂર્ણ લોકડાઉનની માંગ પણ કરી હતી.