નવી દિલ્હીઃ વિશ્વના દરેક લોકો માટે ગૂગલ એક અભિન્ન અંગ સમાન બની ગયું છે. વિશ્વભરમાં ફોટો અને વિડિઓ સ્ટોરેજ માટે ફ્રિ સેવાઓ આપનારૂ ગુગલ હવે ટૂંક સમયમાં આ સેવાઓ માટે રૂપિયા વસુલવાનું શરૂ કરશે. 1 જૂનથી, ગૂગલ આ સેવાઓ માટે ચાર્જ લેવાનું શરૂ કરશે. કંપનીએ તેના આ નિર્ણયની ઘોષણા કરી ચુકી છે.
ગૂગલ ફોટો ક્લાઉડ સ્ટોરેજની મફત સુવિધા પ્રદાન કરે છે, જેના પર હવે તે ચાર્જ કરવાનું શરૂ કરશે. તેની નિશુલ્ક સુવિધા 1 જૂન, 2021 થી બંધ કરવામાં આવી રહી છે. આનો અર્થ એ છે કે જો તમે તમારો ફોટો અથવા ડેટા ગૂગલ ફોટો અથવા ડ્રાઇવ અથવા કોઈ અન્ય જગ્યાએ સ્ટોર કરો છો, તો તમારે તેના માટે ચાર્જ ચૂકવવો પડશે.
અત્રે ઉલ્લેખનિય છે કે હાલમાં ગૂગલ દ્વારા ગ્રાહકોને અમર્યાદિત મફત સ્ટોરેજ આપવામાં આવી રહ્યું છે, જેના દ્વારા તેઓ તેમના ફોટા, ડોક્યુમેનેટ, વીડિયો અથવા કંઈ પણ ઓનલાઇન સ્ટોર કરી શકે છે અને ઇન્ટરનેટ દ્વારા ગમે ત્યાં એક્સેસ કરી શકે છે.
જોકે ગૂગલ તેના ગ્રાહકોને 15 જીબી સુધી સ્ટોર કરવાની મંજૂરી આપે છે, પરંતુ ગ્રાહકોને આના કરતાં વધુ જગ્યાની જરૂર છે અને જો તેઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે, તો તેઓએ આ માટે અલગથી ચાર્જ ચુકવવો પડશે.
જો ગૂગલનો કોઇ ગ્રાહક 15 જીબી કરતા વધારે સ્ટોરેજ વાપરવા માંગે છે, તો તેણે દર મહિને 1.99 ડોલર એટલે કે 146 રૂપિયા ચૂકવવા પડશે. કંપની દ્વારા, તેનું નામ ગુગલ વન રાખવામાં આવ્યું છે.
તેનો વાર્ષિક ચાર્જ 19.99 ડોલર અથવા લગભગ 1500 રૂપિયા છે. નવા ફોટા અને વીડિયો સંગ્રહવા માટે ગ્રાહકે ચાર્જ ચૂકવવો પડશે, જ્યારે જૂના ફોટા અને વીડિયો પહેલાની જેમ સુરક્ષિત રહેશે.