અમદાવાદઃ કોરોના વાયરસનો કહેર ગુજરાત ઉપર યથાવત રહ્યો છે. આજે કોરોના વાયરસની સ્થિતિની વાત કરીએ તો આજે રવિવારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના (Gujarat corona update) સંક્રમિત દર્દીઓમાં વધુ 11,084 લોકોનો ઉમેરો થયો છે જ્યારે 121 લોકોના (covid-19 patient) મોત નીપજ્યા હતા. આ ઉપરાંત 14,770 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધી 5,33,004 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આમ રાજ્યમાં સાજા થવાનો દર 78.27 ટકા થયો છે.
રાજ્યના આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે રાજ્યમાં કોવિડ-19થી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે રાજ્ય ભરમાં 14,770 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 5,33,004 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આમ રાજ્યમાં સાજા થવાનો દર 78.27 ટકા થયો છે.
અત્યાર સુધીમાં કુલ 1,03,27,556 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 32,14,079 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું. આમ કુલ 1,35,41, 635 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 18થી 44 વર્ષ સુધીના 13,537 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 ર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 24,886 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 91,215 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
રાજ્યના વિવિધ જિલ્લાઓ અને શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો સોથી વધારે ખરાબ પરિસ્થિતિ અમદાવાદ શહેર અને સુરત શહેરની છે. અમદાવાદ શહેરમાં 2883 કેસ, સુરત શહેરમાં 839, વડોદરા શહેરમાં 790, મહેસાણા 483, રાજકોટ 395, વડોદરા 371, રાજકોટ શહેર 351, જામનગર શહેર 348, સુરત જિલ્લામાં 274, જુનાગઢ 257, જુનાગઢ 257, ભરૂચ 248, પંચમહાલ 246, જામનગર 238, જુનાગઢ શહેર 238 કેસ નોંધાયા છે.
આ ઉપરાંત ભાવનગર 224, ગીરસોમનાથ 211, આણંદ 189, દાહોદ 184, કચ્છ 179, ખેડા 161, ગાંધીનગર 158, ભાવનગર 151, બનાસકાંઠા 143, પાટણ 142, અમરેલી 141, મહીસાગર 140, ગાંધીનગર 112, નવસારી 110, સાબરકાંઠા 108, અરવલ્લી 106, વલસાડ 98, દેવભૂમિદ્વારકા 94, છોટા ઉદેપુર 84, નર્મદા 84, સુરેન્દ્રનગર 74, સુરેન્દ્રનગર 74, અમદાવાદ 72, તાપી 54, મોરબી 44, પોરબંદર 37, ડાંગ 20, બોટાદ 14 કેસ નોંધાયા છે.