બુધવાર, 12 મેથી વૈશાખ મહિનો શરૂ થઇ રહ્યો છે. જે 10 જૂનના રોજ પૂર્ણ થશે. આ મહિનામાં સૂર્ય પૂજાનું પણ વિશેષ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે આ મહિને રોજ સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું જોઈએ. પછી ઉગતા સૂર્યને જળ ચઢાવવું જોઈએ. આવું કરવાથી ઉંમર વધે છે અને બીમારીઓથી છુટકારો મળી શકે છે. ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવાથી આંખનું તેજ વધે છે. મન શાંત થાય છે અને આળસ દૂર થવા લાગે છે. આ મહિનામાં સૂર્ય મેષ રાશિ એટલે પોતાની ઉચ્ચ રાશિમાં હોય છે. સૂર્યની આ સ્થિતિમાં પૂજા કરવાથી બીમારીઓથી છુટકારો મળે છે અને દરેક પ્રકારની પરેશાનીઓ પણ દૂર થવા લાગે છે. વૈશાખ મહિના દરમિયાન રોજ સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે. આ સંપૂર્ણ મહિનો આવું ન કરી શકો તો આ મહિનાના દર રવિવારે સવારે જલ્દી જાગીને સ્નાન કરવું અને ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવું જોઈએ.ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સૂર્યને અર્ઘ્ય આપવા માટે તાંબાના લોટામાં જળ ભરો, તેમાં ચોખા અને લાલ ફૂલ રાખીને અર્ઘ્ય અર્પણ કરો. જળ ચઢાવતી સમયે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. અર્ઘ્ય આપતી સમયે મંત્ર જાપ કરતી સમયે શક્તિ, બુદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના કરવી જોઈએ. તે પછી ભગવાન સૂર્ય નારાયણને ધૂપ અને દીપના દર્શન કરાવો.
