સાઉદી આરબ સ્થિત મુસ્લિમોના પવિત્ર ધર્મસ્થળ મક્કાના કાળા પથ્થર (Black Stone)ની તસવીર સામે આવી છે. આ પણ પહેલી વખત થયું કે સાઉદી પ્રશાસને આ તસવીર જાહેર કરી છે. અરબીમાં આ કાળ પથ્થરને અલ-હઝર-અલ-અસ્વાદ કહેવામાં આવે છે. જેનો અર્થ થાય છે, સિયાહ કે કાળો પથ્થર. આ ફોટોગ્રાફ્સને ખાસ કેમેરાથી કેદ કરવામાં આવ્યો છે. 49 હજાર મેગાપિક્સલની આ તસવીરને ડેવલપ કરવામાં લગભગ 50 કલાક જેટલો સમય લાગ્યો છે. મસ્જિદ પ્રશાસને તેના માટે પોતાની એન્જિનિયરિંગ એજન્સીની મદદ લીધી છે. આ દરમિયાન 1050 ફોટોગ્રાફ કેપ્ચર કરવામાં આવ્યા. જેમાં કુલ 7 કલાક લાગ્યા. જે માટે ફોકસ સ્ટાકિંગ (focus stacking) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. તેના અલગ-અલગ એન્ગલથી લેવામાં આવેલા ફોટોગ્રાફ્સને કમ્બાઈન કરવામાં આવે છે અને બાદમાં એક શાર્પ અને હાઈક્વોલિટી ફોટોગ્રાફ તૈયાર કરવામાં આવે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ઈસ્લામિક સ્ટડીઝના રિસર્ચર અફિતિ અલ-અકિતિ મુજબ આ પથ્થર હકિકતમાં કાળો નથી, જેવો હું સમજતો રહ્યો છું. આ પહેલી વખત છે કે આ પથ્થરનો ફોટો મેગ્નીફાઈ કરીને લેવામાં આવ્યો છે. જેને હવે અત્યંત બારિકાઈથી અને વ્યક્તિગત રીતે જોઈ શકાય છે.
