નવી દિલ્હીઃ કોરોનાના કહેર વચ્ચે દેશમાં લોકો ભયના માહોલ વચ્ચે આજે બુધવાર 5 મેના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,82,315 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 3,780 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,06,65,148 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 16,04,94,188 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત, કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 69 લાખ 51 હજાર 731 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 3,38,439 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 34,87,229 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 2,26,188 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 4 મે સુધીમાં ભારતમાં કુલ 29,48,52,078 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે મંગળવારના 24 કલાકમાં 15,41,299 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, સુરત શહેરમાં 4693, સુરત શહેરમાં 1214, રાજકોટ શહેરમાં 593, વડોદરા શહેરમાં 563, મહેસાણામાં 459, જામનગર શહેરમાં 397, ભાવનગર શહેરમાં 391, જૂનાગઢ શહેરમાં 172, ગાંધીનગર શહેરમાં 151 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાં 380, સુરત જિલ્લામાં 360, જામનગર જિલ્લામાં 331, નવસારીમાં 200, ખેડામાં 198, સાબરકાંઠામાં 198, મહીસાગારમાં 195, જૂનાગઢમાં 178 કેસ નોંધાયા છે.
અન્ય જિલ્લાઓની વાત કરીએ તો, દાહોદમાં 162, કચ્છમાં 162, ગાંધીનગર જિલ્લામાં 158, ગીરસોમનાથમાં 149, નર્મદામાં 143, આણંદમાં 138, રાજકોટમાં 133, વલસાડમાં 120, પંચમહાલમાં 110, અમરેલીમાં 108, ભરૂચમાં 106, મોરબીમાં 104, અરવલ્લીમાં 102, બનાસકાંઠામાં 100, છોટાઉદેપુરમાં 90, પાટણમાં 84, ભાવનગર જિલ્લામાં 84, તાપીમાં 78, સુરેન્દ્રનગરમાંમાં 78, અમદાવાદમાં 61, દેવભૂમિ દ્વારકામાં 57, પોરબંદરમાં 37, બોટાદમાં 23, ડાંગમાં 9 કેસ નોંધાયા છે.