ઉત્તરાખંડમાં કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે આગામી 14 મેથી શરૂ થનારી ચારધામ યાત્રા માટે રાજ્ય સરકારે એસઓજી જાહેર કરી દીધી છે. સરકારના દિશા-નિર્દેશ મુજબ મહામારીને અટકાવવા માટે આ વખતે ચાર ધામમાં સામાન્ય લોકોને આવવા પર પ્રતિબંધ રહેશે. મંદિર પરિસરમાં પ્રસાદ વહેંચણીની પણ મંજૂરી નહીં હોય અને ટીકા પણ લગાવવામાં નહીં આવે. ગર્ભગૃહ સુધી માત્ર મંદિર મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોને જ જવાની મંજૂરી હશે. તેમાં પણ મૂર્તિઓ, ઘંટી અથવા ધાર્મિક ગ્રન્થોને સ્પર્શન કરવાની મંજૂરી નથી.એસઓપી મુજબ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં માત્ર રાવલ, પુજારીગણ અને મંદિરો સાથે જોડાયેલા સ્થાનિક વર્ચસ્વવાળા, પંડા પુરોહિત, કર્ચમારી અને અધિકારી જ જશે. આટલું જ નહીં, તમામને કોરોના રિપોર્ટ લાવવો ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં સ્થિત ચાર ધામોમાંથી યમુનોત્રીના કપાટ 14મેના રોજ ખુલી રહ્યા છે. આ ઉપરાંત 15 મેના રોજ ગંગોત્રી, 17મેના રોજ કેદારનાથ અને 18મેના રોજ બદ્રીનાથ ધામના કપાટ ખુલશે.2013માં કેદારનાથ હોનારત પછી ચાર ધામ યાત્રાને સૌથી વધુ અસર થઈ હતી. ગત વર્ષે કોવિડના કારણે યાત્રા પર અસર પડી અને આ વર્ષે ફરી એકવાર યાત્રા કોરોનાના કારણે પ્રભાવિત થઈ રહી છે. અગાઉ 2019માં અંદાજે 32 લાખ યાત્રિઓએ ચાર ધામની યાત્રા કરી હતી.
