મુંબઈ: વોટ્સએપ દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી બાદ લોકોએ બીજી મેસેજિંગ એપનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. ટેલીગ્રામમાં આપવામાં આવેલા કેટલાક ખાસ ફીચર્સના કારણે યૂઝર તેનો વધુ ઉપયોગ કરવા લાગ્યા છે.
ટેલીગ્રામએ પોતાની એપને અપડેટ કરીને નવા એડ ઓન ફીચર્સની ઘોષણા કરી છે. નવા અપડેટમાં શિડ્યૂલિંગ વોઇસ ચેટ, વોઇસ ચેટ માટે મિની પ્રોફાઇલ, નવા વેબ વર્ઝન અને પેમેન્ટ 2.0 જેવા અપડેટ સામેલ છે.
Telegram Web App: ટેલીગ્રામમાં વેબ વર્ઝન 2014થી જ ઉપલબ્ધ હતું. ટેલીગ્રામે હવે તેની બે નવી ફુલ્લી ફીચર્ડ વેબ એપ લોન્ચ કરી છે. આ બંને નવી વેબ એપ ડાર્ક મોડ, એનિમેટેડ સ્ટીકર્સ અને ચેટ ફોલ્ડર્સ જેવા ફીચર્સને સપોર્ટ કરે છે. આ નવી વેબ એપનો ઉપયોગ કોઈ પણ ડિવાઇસ કે ડેસ્કટોપ પર કરી શકાય છે. આ નવી એપને ડાઉનલોડ કરવા માટે માત્ર 400 KB સ્પેસની જરુર પડે છે.
Payment: ટેલીગ્રામમાં આ પેમેન્ટ ફીચર 2017થી જ આપવામાં આવ્યું હતું. હવે આ ફીચરને અપડેટ કરવામાં આવ્યું છે જેના કારણે યૂઝર હવે ટેલીગ્રામ ચેટમાં કોઈ પણ એપનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકે છે. પેમેન્ટ કરવા માટે ડેસ્કટોપ એપનો ઉપયોગ કરી શકાય છે. ટેલીગ્રામ પેમેન્ટ કરવા પર કોઈ પણ પ્રકારનું કમીશન નહીં લાગે અને ન તો પેમેન્ટ ડિટેલ્સને સેવ કરશે.
Profile Photo: ટેલીગ્રામના આ ફીચરમાં યૂઝર ચેટ દરમિયાન પોતાનો પ્રોફાઇલ ફોટો અને બાયોને એડિટ કે ચેન્જ કરી શકે છે. તેમાં ચેટ સ્ક્રીનને બેક કરવાની જરૂર નહીં રહે. ટેલીગ્રામે આ ફીચરને મિની પ્રોફાઇલ નામ આપ્યું છે.
Schedule Voice Chat: ટેલીગ્રામના આ નવા અપડેટમાં યૂઝર ગ્રુપ અને ચેનલ્સમાં વોઇસ ચેટને ડેટ અને ટાઇમ નાખીને શિડ્યૂલ કરી શકે છે. એટલે કે જે સમય પર આપને વોઇસ ચેટ મોકલવા હશે તે આપ મેળે યૂઝરના સેટ કરેલા ટાઇમ મુજબ જતા રહેશે. તેનો ઉપયોગ કરવા માટે એન્ડ્રોઇડ યૂઝરને 3 ડોટ્સ પર ક્લિક કરવું પડશે. સ્ટાર્ટ વોઇઝ ચેટના ઓપ્શન પર ક્લિક કરીને શિડ્યૂલ વોઇઝ ચેટનું ઓપ્શન મળી જશે.