ભક્તોના જીવનમાં આવનાર સંકટને દૂર કરનાર સંકટ મોચન હનુમાનની જંયતિ 27 એપ્રિલે છે. હનુમાનજીને પ્રસન્ન કરવાનો અને તેની કૃપા મેળવવાનો આ શ્રેષ્ઠ અવસર છે.
હનુમંત જયંતી હનુમાનજીની કૃપા અને આશિષ મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે. શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે આ પાવન દિવસે હનુમાન બાહુક, બજરંગ બાણ, હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડ, રામચરિતમાનસનો અખંડ પાઠ કરવાથી હનુમંત પ્રસન્ન થાય છે અને ભક્તના સંકટને દૂર કરે છે. હનુમાનજીને કળયુગના જાગૃત દેવતા માનવામાં આવે છે. તેથી તે શીઘ્ર પ્રસન્ન થતાં દેવતા છે
આ વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 27 એપ્રિલે છે, જો કે કેટલીક જગ્યાએ કાર્તિક માસમાં કૃષ્ણપક્ષની ચતુર્દશી તિથિએ પણ હનુમાન જયંતિ મનાવવામાં આવે છે.
હનુમાન જયંતી 2021
26 એપ્રિલ 2021ની બપોરે 12:44 વાગ્યાથી પૂર્ણિમા તિથિ પ્રારંભ
27 એપ્રિલ 2021ની રાત્રિ 9:01 સુધી છે
શાસ્ત્રો મુજબ હનુમાનજીને અમરત્વનું વરદાન પ્રાપ્ત હોવાથી તેમને કળયુગના જીવંત દેવતા કહેવામાં આવે છે. સૂર્યપુત્ર અને ભગવાન શિવના અંશાવતાર ભગવાન હનુમાનની રોજ પૂજા કરવાથી જીવનમાં સંકટોથી મુક્તિ મળે છે. જે લોકોની કુંડલીમાં શનિ જેવા ગ્રહ અશુભ પાડે તો હનુમાનજીની આરાધનાથી સંકટોથી મુક્તિ મળે છે. ભૂતપ્રેત જેવી નકારાત્મક શક્તિઓ સામે હનુમાનજી મુક્તિ અપાવે છે.
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તેમને સુગંધિત તેલ અને સિંદૂર ચઢાવવાં આવે છે. રામચરિત માનસનો અખંડ પાઠ, સુંદરકાંડ, બજરંગ બાણ, હનુમાન બાહુક વગેરે વિશેષ ફળદાયી છે.
શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ નાં જણાવ્યા મુજબ ચૈત્ર પુનમ નો દિવસ આરોગ્ય, જ્યોતિષ, આધ્યાત્મ, અને વૈદિક દ્રષ્ટિએ ભારતીય સંસ્કૃતિ માં અનોખું સ્થાન ધરાવે છે. આ જાણકારી બહું ઓછાં લોકો ને છે. ભગવાન સુર્ય નારાયણ તારીખ ૧૪ મી એપ્રીલ ના રોજ નિરયન મેષ રાશિ માં પ્રવેશ કર્યો છે તારીખ ૧૪ મી મે સુધી એક મહિના દરમિયાન પોતાની આ ઉચ્ચ રાશિમાં રેહશે
બારેય રાશિના જાતકો માટે આ ઉચ્ચ રાશિમાં રહેલા સુર્ય ની અસર વધુ મહત્વ ની બની રહે છે.
ચૈત્ર પુનમ ના દિવસે કયો ઉપાય કરવાથી શું ફળ મળશે પોતાની રાશિ મુજબ આવો જાણીએ
મેષ
ૐ સુર્યાય નમઃ અને
ૐ ભોમાય નમઃ
મંત્ર ની એક એક માળા કરવી.
આરોગ્ય બાબતે અનુકૂળતા રહે બઢતી- બદલી માં હકારાત્મક અસરો અનુભવાય
વૃષભ
ૐ ભૃગવે નમઃ અને
ૐ સુર્યાય નમઃ
મંત્ર ની એક એક માળા કરવી
આર્થિક પ્રતિકુળતા માં ઘટાડો થાય વાર વિવાદ થી દુર રખાવે.
મિથુન
ૐ બુધાય નમઃ અને
ૐ સુર્યાય નમઃ
મંત્ર ની એક એક માળા કરવી
મૈત્રી ભાગીદારી માં અનુકૂળતા જણાય
કર્ક
ૐ સોમાય નમઃ અને
ૐ સુર્યાય નમઃ
મંત્ર ની એક એક માળા કરવી
વ્યવસાયલક્ષી અવરોધ હળવો બને
સિંહ
ૐ સુર્યાય નમઃ
મંત્ર ની બે માળા કરવી
ભાગ્યોદય તેમજ પ્રગતિ અંગે નાં પ્રશ્નોમાં અનુકૂળતા વધે.
કન્યા
ૐ બુધાય નમઃ અને
ૐ સુર્યાય નમઃ
મંત્ર ની એક એક માળા કરવી
આરોગ્ય અંગે ની તકલીફો માં સુધારો જણાય
તુલા
ૐ ભૃગવે નમઃ અને
ૐ સુર્યાય નમઃ
મંત્ર ની એક એક માળા કરવી
પરિવાર તથા આજીવિકા બાબતે અવરોધ હળવા બની શકે છે.
વૃશ્ચિક
ૐ સુર્યાય નમઃ અને
ૐ ભોમાય નમઃ
મંત્ર ની એક એક માળા કરવી.
સ્પર્ધાત્મક બાબતે સફળતા મળે. અભ્યાસ માં પ્રગતિ અનુભવાય.
ધન
ૐ બૃહસ્પતયે નમઃ અને
ૐ સુર્યાય નમઃ
મંત્ર ની એક એક માળા કરવી
સંતાન તથા વિદ્યાભ્યાસ અંગે હકારાત્મક અસરો અનુભવાય. કાર્યક્ષેત્રમાં અવરોધ દૂર થાય
મકર
ૐ શનિશ્ર્વરાય નમઃ અને
ૐ સુર્યાય નમઃ
મંત્ર ની એક એક માળા કરવી
સ્થાવર જંગમ મિલકત બાબતે રાહત જણાય. વિદેશ થી લાભ કરાવી શકે.
કુંભ
ૐ શનિશ્ર્વરાય નમઃ અને
ૐ સુર્યાય નમઃ
મંત્ર ની એક એક માળા કરવી
પ્રગતિ માં અનુકૂળતા જણાય મહેનતનું ફળ મળે. આર્થિક ભીડ માં રાહત રહે.
મીન
ૐ બૃહસ્પતયે નમઃ અને
ૐ સુર્યાય નમઃ
મંત્ર ની એક એક માળા કરવી
આર્થિક ભીડ માં રાહત અનુભવાય આરોગ્ય સારું રહે
ચૈત્ર પુનમ ના દિવસે સ્મર્તુગામી દેવ હનુમાનજી ને ભજવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે