નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે 76 વખત દેશવાશીઓ સાથે મન કી બાત કરી હતી. વડાપ્રદાન મોદીએ દેશવાસીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોરોના સામે સરકાર બિલકુલ સજ્જ છે. કોરોના સામે તાકાતથી લડવાની જરૂર છે. કોરોનાનાં કારણે લોકોઓ પોતાનાને ગુમાવ્યા છે. કોરોના ધીરજ અને દુ:ખ બંનેની પરીક્ષા લઈ રહ્યો છે. કોરોના સામે દેશની લડાઈ પુરી તાકાતથી જારી છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કોરોના સામે સાચી માહિતિ લેવી હોય તો સાચા સોર્સથી જ માહિતિ લેવી જોઈએ. આપણા ડોક્ટર પણ ફોન અને મોબાઈલ પર સાચું કાઉન્સલિંગ કરી રહ્યા છે. આ સાથે જ તેમણે વિવિધ તજજ્ઞ ડોક્ટરો સાથે વાત કરી અને દેશવાસીઓને સાચી માહિતિ મળે તે માટે પ્રયત્ન કર્યા.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 1 મેથી 18 વર્ષની ઉપરનાં લોકોને હવે રસી લાગવાની શરૂઆત થઈ જશે. ભારત સરકારે આ અભિયાનને વિનામૂલ્યે શરૂ કર્યું છથે. વેક્સિનને લઈને ફેલાવવામાં આવતા અફવા પર ધ્યાન નહી આપવા માટે તેમણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે તજજ્ઞો સાથે વાત ચાલી રહી છે. કોરોનાને લઈને તેમણે વિવિધ ડોક્ટર સહિત નર્સની સાથે વાત કરીને તેમણે તેમના અનુભવો જાણ્યા હતા. આ અનુભવનાં આધારે દેશવાસીઓએ પણ ચાલી રહેલી કામગીરીની જાણકારી મેળવી હતી.