જામનગરઃ જામનગરમાં એક ભાભીના પ્રેમમાં દીયર પાગલ હતો. દીયર અને ભાભી બન્ને પ્રેમમાં ડુબ હતા. દોઢ વર્ષ સુધી બન્ને વચ્ચે સારી ચાલ્યું. પછી બબાલ થઇ. જેને લઇને ભાભી જેઓ મોતની પથારીવશ છે. મહિલા ચાર સંતાનની માતા હતી. આમ છતા દીયર સાથે ઈશ્કનો ફાગ ખેલતી હતી. જ્યારે દીયર કિશન ભાભીના પ્રેમમાં ઓળઘોળ હતો.
મળતી માહિતી પ્રમાણે કિશન ખિજડીયા ગામનો રહેવાસી હતો. અહીં તેના ભાઈને મદદ કરવા માટે આવ્યો હતો. તેના ભાઈને શાકભાજીનો ધંધો હતો. હેતલને જાણ થઈ કે તેના સંબંધની જાણ તેના પતિને થઈ ગઈ છે. આ માટે મહિલાએ કિશનને કહ્યું કે, હવે આપણા સંબંધ પુરા, હું મારા સંસારમાં સુખી થવા માગુ છું. પરંતુ કિશન આ વાત માનવા તૈયાર ન હતો. અંતે હેતલના પતિને જાણ થતા તેણે કિશનને ધક્કા મારી કાઢી મુક્યો હતો. પરંતુ કિશન તેની વાત ભૂલવા માગતો ન હતો.
ગઈકાલે કિશન તેના ભાઈના ઘરે આવ્યો હતો સાથે એક છરો પણ લેતો આવ્યો હતો. કિશને તેની ભાભી સાથે વાત કરી હતી. ભાભીએ કહ્યું હતું કે તું શા માટે આવ્યો. બસ આ વાતને મગજમાં લઈને છરીના ઘા મારી ભાભીની હત્યાનો પ્રયાસ કર્યો. કિશને અનેક છરીના ઘા ભાભી પર કર્યા. પરંતુ સ્થાનિક લોકો આવી જતા તે બચી ગઈ છે અને ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. કિશન એવું માનતો હતો કે ભાભી મારી નહી તો ભાઈની પણ નહીં.
કિશને ભાભીને ગંભીર ઈજા પહોચાડ્યા બાદ તે બહુ દુઃખી થયો હતો. આ માટે તેણે પોતાના હાથે જ છરીના ઘા મારી જિંદગી ટૂંકાવી નાખી છે. અહીં દીયરનું મોત થયું છે જ્યારે મહિલા હાલ હોસ્પિટલમાં દાખલ છે. અહીં આડા સંબંધમાં બે બરબાદ થયા છે.
સીટી એ ડીવીજન પોલીસે ફરિયાદના આધારે તપાસ શરુ કરી છે. હાલ જીવન મરણ વચ્ચેનો જંગ ખેલી રહેલી મહિલાની તબિયત સારી થયે તેનું નિવેદન લેવામાં આવશે. જેમાં બનાવ અંગે સચોટ ખુલાસો થવાનો પોલીસે આશાવાદ સેવ્યો છે.