અમદાવાદ : ગુજરાતમાં કોરોનાનો હાહાકાર વધતો જાય છે ત્યારે આજે શુક્રવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા રેકોર્ડબ્રેક 13,804 કેસ નોંધાયા છે. જેની સામે 5618 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 142 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 6019 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 77.30 ટકા છે. અત્યાર સુધીમાં 92,15,310 વ્યક્તિઓને કોરોના વેક્સીનનોપ્રથમ ડોઝ અને 17,86,321 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 1,42,558 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદમાં 5411, સુરતમાં 2817, વડોદરામાં 716, રાજકોટમાં 719, જામનગરમાં 607, ભાવનગરમાં 302, મહેસાણામાં 476, ગાંધીનગરમાં 280, બનાસકાંઠામાં 278, જૂનાગઢમાં 228, કચ્છમાં 210, પાટણમાં 165, ખેડામાં 129, દાહોદમાં 115, નવસારીમાં 108, વલસાડમાં 107, ભરૂચમાં 106 સહિત કુલ 13804 કેસ નોંધાયા છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 142 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં 22, સુરતમાં 21, રાજકોટમાં 13, વડોદરામાં 16, જામનગરમાં 14, ભાવનગરમાં 8, સાબરકાંઠામાં 6, બનાસકાંઠામાં 5, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબીમાં 4-4 સહિત 142 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 1324, સુરતમાં 1032, વડોદરામાં 539, રાજકોટમાં 661, જામનગરમાં 325, ગાંધીનગરમાં 196, દાહોદમાં 161, જૂનાગઢમાં 120, અમરેલીમાં 104 સહિત કુલ 5618 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યારે કુલ 100128 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 384 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 99744 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 361493 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.