ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બહુ ઓછા સમયમાં ભારતીય ટીમ અને ફેન્સમાં સ્ટાર ખેલાડી બની ગયો છે. ત્યારે ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલી પણ હાર્દીક પંડ્યાથી પ્રભાવીત થઇ ગયો છે. તેણે હાર્દીક પંડ્યા વિશે ઘણા રાઝ ખોલી નાખ્યા છે. કોહલીએ હાર્દીક પંડ્યા વિશે એવી વાતો જણાવી કે તેને સાંભળીને તમે પણ ચોકી ઉઠશો.
મેચનો થાક આ રીતી ઉતારે છે હાર્દીક પંડ્યા
પંડ્યા મેચ અથવા પ્રેક્ટિસ બાદ થાક દૂર કરવા માટે ગીતો સાંભળે છે. આ વાતનો ખુલાસો ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કર્યો હતો.
હાર્દીક હિન્દી કરતા અંગ્રેજી ગીતોનો શોખીન છે
વિરાટ કોહલીએ જણાવ્યું કે, ‘હાર્દિકે પોતાના આઈપોડમાં અંગ્રેજી ગીતો જ ડાઉનલોડ કરેલા છે અને તે આ ગીતોના 5 અક્ષર પણ સમજતો નથી. તે ફક્ત આની ધૂન પર ડાન્સ કરે છે. હાર્દિક એક એન્ટરટેનર છે અને તેના જેવો મનમૌજી વ્યક્તિ મેં જિંદગીમાં જોયો નથી.’
લીશા શર્માને ડેટ કરી રહ્યો છે હાર્દીક
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ હાર્દિક અને ફેમસ મોડલ લીશા શર્મા વચ્ચે અફેર હોવાના સમાચાર સામે આવ્યા હતા. લીશા જમશેદપુરથી અને તે ઘણી જાણીતી બ્રાન્ડ્ઝમાં મોડેલિંગ કરી ચૂકી છે. બંને એકબીજાને ઘણા સમયથી ઓળખે છે. લીશાને જ્યારે હાર્દિક વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ‘તે જમીન સાથે જોડાયેલો, શાંત અને પરફેક્ટ માણસ છે. તે મારો ખૂબ સારો ફ્રેન્ડ છે અને એક પરફેક્ટ ડેટિંગ મટિરિયલ છે.’