વડોદરા: રણજી ટુર્નામેન્ટમાં બરોડાની ત્રણ મેચ બાદ આગામી મેચને લઈ ટીમમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કેતુલ પટેલને ટીમમાં સામેલ કરવા અંગે સિલેક્ટરો અને ઇરફાન પઠાણ વચ્ચે થયેલા વિવાદને કારણે આગામી મેચ માટેની ટીમમાંથી કેતુલ પટેલને પડતો મુકી દેવાયો છે. ત્યારે વિરાજ ભોસલે, રિષિ અરોઠે અને કેદાર દેવધર ઇજાગ્રસ્ત હોવાને કારણે આગામી મેચમાં રમી શકવાના નથી. કેતુલ પટેલને પડતો મુક્યા બાદ ટીમમાં નૂર પઠાણને સામેલ કરવામાં આવ્યો છે. ઉપરાંત જ્યોત્નિલ સિંઘ, કાર્તિક કાકડે અને બાબા પઠાણનો પણ આગામી રણજી મેચ માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
