રાજકોટમાં કોરોનાની સ્થિતિ વિકટ છે ત્યારે કોરોના નું સંક્રમણ અટકાવવા માટે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પોતાની પટેલ બ્રાસ કંપનીમાં આજથી એક અઠવાડિયા સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી પહેલ કરી છે.
નરેશ પટેલ અને તેના પુત્ર શિવરાજ પટેલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પોતાની પટેલ બ્રાસ વર્કસ કંપનીમાં 450 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. પટેલ બ્રાસ વર્કસમાં એક અઠવાડિયા સુધી લોકડાઉન રહેશે જોકે આ રજા ના દિવસો દરમિયાન કામદારો ના પગાર કાપવામાં આવશે નહિ અને પૂરતો પગાર ચુકવવામાં આવશે. રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે નરેશ પટેલે સરાહનીય પગલુ ભર્યુ છે. સ્વૈચ્છિક લોકડાઉન કરી નરેશ પટેલે સમાજને અલગ સંદેશો પાઠવ્યો છે. પટેલ બ્રાસ વર્કસનું દેશભરમાં આગવું નામ છે. આવતા ગુરૂવાર સુધી આ કંપની સંપૂર્ણ બંધ રહેશે. પટેલ બ્રાસ વર્કસના નિર્ણયનું અનુકરણ અન્ય કંપનીઓ કરશે તો કોરોના કાબુ માં આવી શકે તેમ હોવાનું જાણકારો નું માનવું છે.
