રાજકોટમાં કોરોના મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અહીં હોસ્પિટલો કોરોના દર્દીથી ઉભરાઇ છે. 24 કલાકમાં વધુ 55 દર્દીના મોત થવા સાથે છેલ્લા બે દિવસમાં જ રાજકોટમાં 114 દર્દીના મોત નીપજ્યાં છે. હોસ્પિટલો માં મૃતદેહો મુકવાની પણ જગ્યા નથી. શહેરની કોવિડ હોસ્પિટલોમાં કોરોના દર્દીઓના મોત થઈ રહ્યા છે.
રાજકોટમાં ગતરોજ નવા 529 કેસ નોંધાવા સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 23668 પર પહોંચી છે.હાલ કોરોના વકરતા બેડી માર્કેટિંગ યાર્ડ પણ અનિશ્ચિત મુદત સુધી બંધ કરવામાં આવ્યું છે.
આમ રાજકોટમાં કોરોના એ હાહાકાર મચાવી દીધો છે.
