રાજકોટઃ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એક એવા નકલી આઈપીએસ અધિકારીને પકડ્યો હતો. જે પોતાના કાકાની સારવાર માટે લાઈનમાં ન ઊભું રહેવું પડે તે માટે નકલી આઈપીએસ અધિકારી બની ગયો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી આરોપી સંકેતભાઈ રાજકુમાર મહેતાની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી બોગસ તબીબો નકલી પોલીસ ઝડપાય છે. પરંતુ રાજકોટ શહેર પોલીસના ઇતિહાસમાં પ્રથમ વખત નકલી આઇપીએસ અધિકારીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.
ક્રાઇમ બ્રાંચના પીઆઇ વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, પીએસઆઇ વનરાજ સિંહ જાડેજા અને તેમની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજકોટ સરકારી પીડીયુ હોસ્પિટલ ખાતે આવેલા કોરોના કંટ્રોલ રૂમ ખાતે છેલ્લા ચારેક દિવસથી એક વ્યક્તિ પોતે આઇપીએસ અધિકારી હોવાનું જણાવી રહ્યો છે.
જે બાબતની બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખરાઇ માટે કોરોના કંટ્રોલ રૂમ ખાતે પહોંચી હતી. જ્યાં આઇપીએસ અધિકારી હોવાની ઓળખ આપતા વ્યક્તિની પૂછપરછ કરતા તેને પ્રથમ પોતે આઇપીએસ અધિકારી હોવાનું જણાવ્યું હતું તેમ જ પોતાનું આઈ કાર્ડ પણ બતાવ્યું હતું. જે બાબતે તેની વધુ પુછપરછ કરતા પોતે આઇપીએસ અધિકારી નહીં હોવાનું તેમજ બોગસ બનાવટી આઇકાર્ડ આઇપીએસ અધિકારીનું પોતાના નામનું બનાવ્યું હોવાનું કબૂલ્યું હતું.
આરોપી સંકેત રાજકુમાર ભાઈ મહેતા પાસેથી તેના નામ અને ફોટાવાળું આઇપીએસ અધિકારી હોવાનું આઈ કાર્ડ તેમજ એક મોબાઇલ ફોન મળી કુલ દસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે જણાવતા વીરલ ગઢવીએ જણાવ્યું હતું કે, આરોપીએ બીએસસી બાયોટેકનોલોજી સુધીનો અભ્યાસ કરેલ છે. આરોપી હાલ પોતે જામનગર નેસ્લે ઈન્ડિયા કંપનીમાં ન્યૂટ્રીશન ઓફિસર તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે.
આરોપીના કાકા હાલ સરકારી PDU હોસ્પિટલ ખાતે કોરોના અંગે ની સારવાર માં દાખલ હોય જેથી સરકારી હોસ્પિટલ ખાતે હાલ દર્દીનો ખૂબ જ સારો હોય જેથી લાઈનમાં ઉભુ રહેવું પડે તેના માટે આરોપી સંકેત દ્વારા online googleમાં સર્ચ કરી આઇપીએસ અધિકારીનો સિમ્બોલ મેળવી તેના નામનું બોગસ બનાવટી કાર્ડ પોતાના નામ તથા ફોટાવાળું બનાવ્યું હતું. છેલ્લા ચારેક દિવસથી સરકારી હોસ્પિટલ ખાતે આવેલ કોરોના કંટ્રોલ રૂમ ખાતે આરોપી જઈ ત્યાં હાજર મેડિકલ સ્ટાફના માણસોને પોતાનું આઇપીએસ અધિકારી હોવાનું જણાવી આઈ કાર્ડ બતાવોતો હતો.