રાજકોટમાં કોરોના એ હાહાકાર મચાવ્યો છે. અહીં હોસ્પિટલોમાં દર એક કલાકે એક દર્દીનું મોત થઈ રહ્યું છે. 31 દર્દીઓના મોત સામે સરકારી ચોપડે માત્ર 5 દર્દીઓના મૃત્યુ થયાનું નોંધવામાં આવ્યા છે. આજે શહેરમાં રેકોર્ડબ્રેક 427 કેસ નોંધાયા છે. આથી કુલ કેસની સંખ્યા 21429 પર પહોંચી છે. ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમજ તેના પરિવારમાં બીજા બે સભ્યનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ માં કોરોનાની વકરતી સ્થિતિને લઇ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ માં કલેક્ટર, મ્યુ.કમિશનર સાથે કોરોના સંદર્ભે બેઠક કરી આગામી પગલાં અંગે ચર્ચા વિચારણા કરશે.
કોરોનાની વર્તમાન સ્થિતિ ને લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં પાંચ દિવસ રજા રાખવામાં આવશે.
આગામી 10 એપ્રિલથી 14 એપ્રિલ સુધી બંધ યુનિવર્સિટી રહેશે.
રાજકોટ ભાજપના મેયર સંધ્યાબેન વ્યાસનો સમગ્ર પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. હાલ તેઓ પરિવાર સાથે હોમ આઇસોલેટ થયા છે. આ ઉપરાંત ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભ દૂધાત્રા પણ કોરોના કોરોના સંક્રમિત થતા હોસ્પિટલમાં દાખલ થયા છે.
આમ રાજકોટમાં કોરોના નું ભયંકર સંક્રમણ ફેલાયું છે જેમાં નેતા થી માંડી સામાન્ય નાગરિકો ભોગ બની રહ્યા છે.
