રાજ્ય માં વધતા જતા કોરોના સંક્રમણ ને લઈ ચિંતા ઉભી થઇ છે અને સતત સંક્રમણ વધી રહ્યું છે.
રાજકોટમાં કોરોના માં સ્થિતિ વિકટ બની છે અને શહેરમાં 24 કલાકમાં 19 દર્દીના મોત થયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 20286 પર પહોંચી છે. રાજકોટ એસટી બસસ્ટેન્ડ ઇન્ચાર્જ, બે સુપરવાઇઝર અને 6 ડ્રાઇવર-કન્ડક્ટર કોરોનાની ઝપટે ચડતા આ તમામ કર્મચારીને આઇસોલેટ કરવામાં આવ્યા છે.
શહેરમાં 1464 દર્દી સારવાર હેઠળ
રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યાની સાથોસાથ એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે. શહેરમાં અલગ અલગ હોસ્પિટલમાં 1464 દર્દી સારવાર હેઠળ છે. સોમવારકે 144 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે મનપાના સત્તાવાર આંકડા પ્રમાણે કોરોનાથી અત્યાર સુધીમાં 167 લોકોના મોત નીપજ્યા છે.
આમ રાજકોટમાં કોરોના દર્દીઓ વધી રહ્યા છે તેવે સમયે લોકો એ કોરોના ની ગાઈડ લાઈન પાળવા અપીલ કરવામાં આવી રહી છે.