રાજ્ય માં કોરોના નું સંક્રમણ હવે બધેજ ફેલાયું હોવાનું જણાય રહ્યું છે ત્યારે હવે ભાવનગર માં પણ કોરોના પ્રસરી ચુક્યો છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ 79 પોઝિટિવ કેસ મળી સામે આવતા સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું છે.
ભાવનગર જિલ્લામા નોંધાયેલા 7,249 કેસ પૈકી હાલ 531 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં રિકવરી રેઇટ ઘટીને 91.67 ટકા થઇ ગયો છે.
ભાવનગર જિલ્લામા 79 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 7, 249 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 37 પુરૂષ અને 23 સ્ત્રી મળી કુલ 60 લોકોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 23 અને તાલુકાઓમાં 17 કેસ મળી કુલ 35 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
ગ્રામ્ય અને તાલુકાઓમાં ઉમરાળા ખાતે 1, સિહોર તાલુકાના રામધરી ગામ ખાતે 1, તળાજા ખાતે 2, ઉમરાળા તાલુકાના બજુડ ગામ ખાતે 1, તળાજા તાલુકાના દિહોર ગામ ખાતે 1, પાલિતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામ ખાતે 1, તળાજા તાલુકાના તરસરા ગામ ખાતે 1, પાલિતાણા ખાતે 3, પાલિતાણા તાલુકાના કુંભણ ગામ ખાતે 1, વલ્લભીપુર ખાતે 1, ઘોઘા તાલુકાના વાવડી ગામ ખાતે 1, ઘોઘા તાલુકાના વાળુકડ(ઘો) ગામ ખાતે 1, સિહોર તાલુકાના મોટા સુરકા ગામ ખાતે 1, પાલિતાણા તાલુકાના નાની પાણીયારી ગામ ખાતે 1, સિહોર તાલુકાના ટાણા ગામ ખાતે 1 તેમજ ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ખાતે 1 કેસ મળી કુલ 19 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. ભાવનગર શહેર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન મોત થયેલ હોવાનું ચોપડે નોંધાયું છે.