રાજકોટમાં કોરોના ની સ્થિતિ વણસી છે અને પોઝિટિવ કેસ સાથે સતત મૃત્યુઆંક નું પ્રમાણ વધતુ જઇ રહ્યું છે, તબીબો ના મતે કોરોના માં ફેફસાંની બંને સાઇડ ન્યૂમોનિયાનું પ્રમાણ વધી રહ્યું છે તેમજ શરીરમાં પ્લેટલેટ ઘટી જવાનું સામે આવી રહ્યું છે. ડેન્ગ્યુ જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. આ સિવાય આંખમાં ખંજવાળ આવવી અને ચામડીમાં ફોલ્લા પડી જવા જેવા દર્દીઓ વધ્યા છે.રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી સરેરાશ રોજ 200 કેસ નોંધાઇ રહ્યાં છે અને મૃત્યુઆંક વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 16 દર્દીના મોત થયા છે.
રાજકોટમાં કોરોનાની સ્થતિ વણસી છે. કોરોના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે 20 કોવિડ હોસ્પિટલમાંથી 19 હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નથી. આથી નવા દાખલ થનાર દર્દીઓ માટે મુશ્કેલી ઉભી થઇ રહી છે. બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલના ICU અને જનરલ વોર્ડમાં 50 તબીબોની ઘટ હોવા અંગે પણ સ્થાનિક કોર્પોરેટર દ્વારા મુખ્યમંત્રી ને રજુઆત થઈ છે.
