ભાવનગર જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે અને અહીં છેલ્લા કુલ અત્યાર સુધી ના આંકડા મુજબ સંખ્યા 6,971 ઉપર પહોંચી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 26 પુરૂષ અને 7 સ્ત્રી મળી કુલ 33 લોકોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
જિલ્લા ના રૂરલ ની વાત કરવામા આવે તો સિહોર તાલુકાનાં પાલડી ગામ ખાતે 1, વલ્લભીપુર તાલુકાનાં કંથારીયા ગામ ખાતે 1, ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે 1, ઉમરાળા તાલુકાનાં લંગાળા ગામ ખાતે 1, સિહોર તાલુકાનાં ગઢુલા ગામ ખાતે 1, સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે 2, સિહોર તાલુકાના સણોસરા ગામ ખાતે 1, સિહોર તાલુકાનાં આંબલા ગામ ખાતે 1 તેમજ વલ્લભીપુર તાલુકાનાં પચ્છેગામ ગામ ખાતે 1 કેસ મળી કુલ 10 લોકોના કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે મહુવા તાલુકાના કંટાસર ગામ ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનુ મોત થયું છે.
જિલ્લામાં નોંધાયેલા 6,971 કેસ પૈકી હાલ 394 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યારસુધી માં જિલ્લામા કુલ 71 દર્દીઓ ના મોત થયા નું નોંધાયું છે.
