ભાવનગર જિલ્લા ના તળાજા તાલુકા ના પસ્વી થી મહુવા તરફ જતા ખખડધજ રસ્તા મામલે ઉપર સુધી રજુઆત કરવા છતાં કોઈ પરિણામ નહિ આવતા આખરે 31 માર્ચ સુધીમાં રસ્તો નહિ બને તો ઉગ્ર આંદોલન ની અપાયેલી ચીમકી બાદ આંદોલન ના ભાગરૂપે પ્રથમ ચરણ માં રસ્તારોકો આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં લોકો એકત્ર થયા હતા અને રસ્તો બ્લોક કરી દેતા તંત્ર દોડતું થઈ ગયું હતું અને સ્થળ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને પ્રાંત અધિકારી સ્થળ ઉપર દોડી આવી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવાની ખાત્રી આપતા હાલ પૂરતું આંદોલન સ્થગિત કરાયું હતું પણ જો રોડ નું કામ ચાલુ નહિ થાય તો ફરી આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.
આ બિસ્માર રોડ ને લઈ આખરે પસ્વી ગામ ના અગ્રણી રઘુભા રતુભા સરવૈયા એ પ્રાંત અધિકારી તેમજ ડેપ્યુટી કલેકટર ને પણ લેખિત રજુઆત કરી હતી પણ કોઈ ઉકેલ નહિ આવતા આખરે 31 મી માર્ચ સુધી માં તંત્ર દ્વારા રોડ બનાવવાની કામગીરી શરૂ નહીં થાય તો આંદોલન ની ચીમકી અપાઈ હતી તેમ છતાં તંત્ર એ આ વાત ગંભીરતાથી નહિ લેતા આખરે પસ્વી ગામ ના રઘુભા સરવૈયા સહિત ના આગેવાનો અને ગ્રામજનો એ રસ્તા રોકો આંદોલન કરી હજુપણ તંત્ર રોડ બનાવવાની લેખિત ખાત્રી નહિ આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રખવાનો હૂંકાર કર્યો હતો.
પસ્વી ગામ પાસે રસ્તા રોકો આંદોલન દરમ્યાન વાહનો ની લાંબી લાઈનો થઈ ગઇ હતી અને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
આ આંદોલન માં ખેડૂત એકતા મંચ ના પ્રમુખ અશોક સિંહ સરવૈયા તેમજ અન્ય આગેવાનો વાળા ભરત સિંહ પોપટભા , દશરથ સિંહ ગોહિલ સહિત સામત ભાઈ ચૌહાણ, રામ ભાઈ ભમ્મર વગરે એ આંદોલન માં ભાગ લઈ રોડ બનાવવાની ઉગ્ર માંગ કરી હતી આ આંદોલન માં પસ્વી સહિત પાદરી,કોદરા,બોરડા, જાગધાર,ખારડી, ભગુડા,ધાણા, છાપરી,ગધેસર,રોજીયા,દાથા સહિત ના અનેક ગામો ના અગ્રણીઓ એ આ આંદોલન ને ટેકો જાહેર કર્યો છે અને રોડ બનાવવા ની ઉગ્ર માંગ કરતા જવાબદાર તંત્ર વાહકો દોડતા થઈ ગયા હતા.
ભાવનગર જિલ્લા ના તળાજા તાલુકા ના પસ્વી ગામ નો રોડ કેટલાય સમય થી ભંગાર થઈ ગયો હોવાછતાં રોડ બનાવવામાં આવતો ન હતો અને વર્ષો થી લોકો હેરાન થતા હતા આ બાબતે અનેક વખત તંત્ર અને નેતાઓ ને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતું રોડ બનતો ન હતો આમ નેતાઓ અને તંત્ર દ્વારા કોઇ ઘ્યાન નહિ અપાતા આખરે પસ્વી ગામના રઘુભા સરવૈયા સહિત ના આગેવાનો એ રસ્તા આંદોલન ચાલુ કરી દેતા આખરે પ્રાંત અધિકારી મકવાણા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રોડ બનાવવાની ખાતરી આપતા આંદોલન સમેટાયું હતું અને જો રોડ નહિ બને તો ફરી આંદોલન કરવાની ગ્રામજનો એ ચીમકી આપી હતી.
જોકે,હવે રોડ ની કામગીરી થશે કે નહીં તેતો સમય જ કહેશે પણ ગ્રામજનો એ પણ કહી દીધું કે જો રોડ નહિ બને તો ફરી આંદોલન થશે ત્યારે તંત્ર એ આ વાત ગંભીરતા થી લઈ રોડ ની કામગીરી શરૂ કરવા તજવીજ હાથ ધરી છે.
