દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. કોરોના વાયરસની બીજી લહેરની પડકાર વચ્ચે આગામી 28 જૂનથી શરૂ થનારી amarnath યાત્રા માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ થશે. જમ્મુ કાશ્મીરની 17 બેંકોમાં નોંધણી પ્રક્રિયા શરૂ થશે. નોંધણી માટે તબીબ પ્રમાણપત્ર પણ અનિવાર્ય રખાયું છે. તો હેલિકોપ્ટરથી પ્રવાસ ખેડનાર માટે નોંધણીની કોઈ જરૂર નહિ પડે.ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા કલમ-370 હટાવવા અને ગત વર્ષે કોરોના મહામારીને લીધે યાત્રા બે વર્ષથી પ્રભાવિત રહી છે. આ વર્ષે અમરનાથમાં દેશ-વિદેશના છ લાખથી વધુ શિવ ભક્તો પહોંચે તેવી આશા સેવાઈ રહી છે.તંત્ર દ્વારા પણ એ પ્રમાણે જ તૈયારીઓ કરાઈ રહી છે. યાત્રિકોના આવાસ માટે 1500થી વધારી 5000 આવાસની તૈયારીઓ છે. યાત્રિકો આવવાથી જમ્મુ કાશ્મીરમાં નબળા પડેલા અને કારોબારને ગતિ મળશે. આ વખતે ભક્તોને બાલટાલથી દોમેલ માર્ગ પર પ્રથમવાર ફ્રી બેટરી કારની સેવા મળશે. 56 દિવસ યોજાનારી યાત્રામાં યાત્રીકો અને સ્વંયસેવકો માટે વીમા કવર માટે ત્રણ લાખ રૂપિયાથી વધારી પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે.
