ભારતમાં સાધુ સંતોની સર્વોચ્ચ સંસ્થા મનાતી ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ સરકાર સમક્ષ એક નવી માંગણી મુકી છે. તેમનુ કહેવુ છે કે, દેશમાં જ્યાં જ્યાં પણ મુગલો કે અંગ્રેજોના નામ પર રસ્તા છે તે તમામ રસ્તાઓના નામ બદલવામાં આવે.જે લોકોએ આ દેશ પર આક્રમણ કર્યુ હતુ અને જેમણે આ દેશને નુકસાન પહોંચાડ્યુ હતુ તેમના નામ રસ્તાઓ પર જોઈને તકલીફ થાય છે.નરેન્દ્ર ગિરીએ આગળ કહ્યુ હતુ કે, માત્ર સાધુ સંતોને તકલીફ થાય છે તેવુ નથી પણ આજના યુવાઓ પણ આ જોઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે.આઝાદી પહેલા દેશ સાથે ગદ્દારી કરનારાઓ અને ભારતીયો પર જુલમ કરનારાઓના નામ દેશના તમામ રસ્તાઓ પરથી હટાવવામાં આવે.
