ભાવનગર ના ઘોઘાના રો રો ફેરી સર્વિસ નજીક દરિયા કિનારે લાંગરેલી એક બોટમાં અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી.બોટના માલિકને આ અંગે જાણ થતાં ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો દરમિયાન મરીન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
વિગતો મુજબ ઘોઘા ગામમાં રહેતા ગોપાલ ભુપતભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ પોતાની બોટના રીપેરીંગ માટે રો-રો ફેરી સર્વિસ પાસેના દરિયા કિનારે લાંગરેલી હતી અને સવારે 6:00 કલાકે પોતાના ઘરે ગયા હતા. થોડા સમય બાદ આજુબાજુના લોકોએ ગોપાલ ચૌહાણને ફોન કરી કે તેમની બોટમાં આગ લાગી હોવાની જાણ કરી હતી.
ઘટના અંગેની જાણ થતાં જ તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગમાં બોટનો મોટા ભાગનો ભાગ બળીને ખાખ થઇ ગયો હતો,જોકે,આગ નું કારણ જાણી શકાયું ન હતું.
