ભાવનગર માં પણ કોરોના ના ડર વગર લોકો એ મન ભરીને ધુળેટી પર્વ મનાવ્યું હતું અને દિવસભર શેરીઓ, મહોલ્લા અને સોસાયટીમાં યુવાનો, યુવતીઓ, મહિલાઓ અને વડીલોએ ઘરે ઘરે જઈને એકબીજા ઉપર કલર છાંટી ને ધૂળેટીની ઉજવણી કરી હતી. શહેરની વિવિધ સોસાયટી અને મહોલ્લાઓ, પોળોમાં પણ બાળકો અને યુવાનો-યુવતીઓએ એકબીજા ઉપર રંગબેરંગી કલર નાખી ધૂળેટી પર્વેની હર્ષો ઉલ્લાસભેર સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. હોળીની પરંપરાગત રીતે ઉજવણી કર્યા બાદ ધૂળેટીની રંગપર્વની ઉજવણી કરવામાં આવી હતી. નાના-મોટા સૌ કોઈ અબીલ-ગુલાલ અને કેસુડાના રંગે રમતા નજરે પડ્યા હતા. અહીં શેરીઓમાં અબીલ-ગુલાલથી યુવાનોએ ધૂળેટી રમતા જોવા મળ્યા હતા. આમ ઠેરઠેર લોકો એ ધુળેટી નું પર્વ મનાવ્યું હતું.
