રાજકોમાં કોરોના નું સંક્રમણ ન ફેલાય તે માટે ધુળેટી પર્વ જાહેર માં નહિ રમવા તંત્ર દ્વારા અપાયેલી સૂચના ને લઈ લોકો એ પોતાના ટેરેસ કે સોસાયટીમાં છૂટી છવાઈ ઉજવણી કરી હતી. આજે રાજકોટ માં ધુળેટીના પર્વમાં કેટલાક બહેનો અને દીકરીઓ ગરબા રમતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત યુવક અને યુવતીઓ અલગ-અલગ ગીતો પણ મન મૂકીને ડાન્સ કર્યા હતા.
આજે ધુળેટીનું પર્વ હોવાથી સવારે 8 વાગ્યાથી જ રસ્તાઓ પર 600 જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાઇ ગયો હતો, બંદોબસ્ત માટે 350 પોલીસ અધીકારી-કર્મચારીઓ, SRPની બે કંપની અને 100 થી વધુ હોમગાર્ડ જવાનો તૈનાત રાખવામાં આવ્યા હતા ઉપરાંત 15 પેટ્રોલિંગ રૂટ નકકી કરાયા હતા અને 30 ફીકસ પોઇન્ટ પર પોલીસ જવાનો ખડેપગે ફરજ પર હતા જોકે,જાહેર માં કે ટોળા માં ઉજવણી થઈ ન હતી પણ છૂટી છવાઈ ઊજવણી થઈ હતી.
રાજકોટના કાલાવડ રોડ પર આવેલ કેટલાક કોમ્પલેક્ષ ના ધાબા ઉપર આજે યુવતીઓ અને નાના બાળકો એકઠા થઇ અગાસી પર ડીજેના તાલે રંગોના પર્વ ધુળેટીની ઉજવણી કરતા નજરે પડ્યા હતા.
