નાલંદાઃ બિહારના નાલંદામાં ગમખ્વાર અકસ્માત રજ્યો હતો. જેમાં છ લોકોના મોત નીપજ્યા હતા. હોળના તહેવારની ઉજવણમી કરવાની તૈયારીઓમાં લોકો મસ્ત હતા ત્યાં બેકાબુ ટ્રક મીઠાઈની દુકાનમાં ઘૂસી ગઈ હતી. બેકાબૂ ટ્રકે કુલ 16 લોકોને કચડ્યા હતા. જે પૈકી 6 લોકોના મોત નીપજ્યા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું. ઘટના બાદ હજારો લોકોની ભીડ પોલીસ સ્ટેશનમાં ઉમટી હતી. અને હુમલો કર્યો હતો.
ઘટના બાદ એક તરફ જ્યાં કેટલાક લોકો સ્થાનિક પોલીસની મદદથી ઘાયલોને બહાર કાઢીને હૉસ્પિટલ મોકલવાનું કામ કરી રહ્યા હતા, તો કેટલાક લોકો ટ્રકની નીચે દબાયેલા શબોને બહાર કાઢવામાં પ્રયત્નશીલ હતા. આ દરમિયાન હજારોની ભીડમાં સામેલ કેટલાક અસામાજિક તત્વોએ અચાનક પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો. ઉગ્ર લોકોએ સૌથી પહેલા સીસીટીવી કેમેરાને નુકસાન પહોંચાડ્યું, પછી પોલીસ સ્ટેશન પર જોરદાર પથ્થરમારો કર્યો. આ ઉપરાંત આક્રોશિત ભીડે તેલ્હાડા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જની રિવોલ્વર પણ છીનવી લીધી. જોકે કેટલાક ગામ લોકોની મધ્યસ્થી બાદ ભીડે સર્વિસ રિવોલ્વર પરત આપી દીધી. આ દરમિયાન ભીડે પોલીસ સ્ટેશન ખાતે જપ્ત કરેલા 8 વાહનોને આગને હવાલે પણ કરી દીધા.
ઘટનાની જાણકારી મળતાં જ નાલંદાના ડીએમ યોગેન્ર્ી સિંહ, એસપી હરિપ્રસાદ એસ., ડીડીસી રાકેશ કુમાર, એડીએમ મો. ઇરશાદ, હિલસા ડીએસપી, એસડીઓ સહિત જિલ્લાના અનેક ઉચ્ચ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા. મોટી સંખ્યામાં પોલીસ દળને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યું અને બેકાબૂ ભીડને વિખેરીને સ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો.
આ દરમિયાન આક્રોશિત હજારો ગામ લોકોએ સરકારી, પ્રાઇવેટ વાહનોને આગને હવાલે કરી દીધા. ઘટનાસ્થળ પર ઘાયલોને લઈ જવા પહોંચેલી એમ્યૂીસલન્સ પર પથ્થરો મારી ક્ષતિગ્રસ્ત કરી દીધો તો ત્યાંથી પસાર થતા વાહનોને પણ નિશાન બનાવ્યા. ગામ લોકોનો આ ઉગ્ર દેખાવ ચાર કલાક સુધી ચાલુ રહ્યો.