નવી દિલ્હી: દુનિયામાં ટૂંક સમયમાં જ ટોઈલેટ પેપરની અછતનો સામનો કરવો પડી શકે છે. તેને બનાવવામાં વુડ પલ્પનો ઉપયોગ થાય છે. વુડ પલ્પ બનાવતી દુનિયાની સૌથી મોટી કંપની બ્રાઝીલની સુજાનો એસએ છે. કંપનીએ કહ્યું છે કે, શિપિંગ કન્ટેનર્સની અછતના કારણે વુડ પલ્પના સપ્લાયમાં મુશ્કેલી આવી શકે છે.
સુજાનો એસએ જે કાર્ગો વેસલ્સમાં પ્લપ મોકલે છે તેને બ્રેક બલ્ક કહેવાય છે. કંપનીના સીઈઓ વોલ્ટર શેલ્કાનું કહેવું છે કે, રિબ્ડ સ્ટીલ કન્ટેનર્સ લઈ જતા જહાજોની માંગ વધવાથી બ્રેક બલ્કની અછત થવા લાગી છે. આ બધુ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ઘરોમાં ટોઈલેટ પેપરની માંગ વધી રહી છે અને લોકોએ અછતની ઊભી થવાના ભયે મોટી સંખ્યમાં તેને સ્ટોર કરવાનું શરૂ કરી દીધું છે. શેલ્ફાનું કહેવું છે કે શિપિંગની સમસ્યાના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
સાઓ પાઉલોની આ કંપનીએ માર્ચમાં અત્યાર સુધીના અંદાજથી ઓછી નિકાસ કરી છે અને તેને કેટલાક ઓર્ડર એપ્રિલ સુધી ટાળવા પડ્યા છે. કાર્ગો વેસલ્સની માંગ વધવાથી કંપનીને પહેલાની જેમ બ્રેક બલ્ક શિપ નથી મળી રહ્યા.
શેલ્ફાએ કહ્યું કે, બ્રેક બલ્ક દ્વારા એક્સપોર્ટ કરનારી દક્ષિણ અમેરિકાની બધી કંપનીઓને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રાઝીલ દુનિયામાં પલ્પનો સૌથી મોટો સપ્લાયર છે અને દુનિયામાં હાર્ડવુડ પલ્પના કુલ સપ્લાયમાં સુજાનોની ભાગીદારી એક તૃતિયાંશ છે. આ હાર્ડવુડ પ્લપનો ઉપયોગ ટોઈલેટ પેપર બનાવવામાં થાય છે.
કાર્ગો માર્કેટ ડિસ્ટર્બ થવાથી વૈશ્વિક વેપારમાં હોબાળો મચી ગયો છે. ખાસ કરીને ફૂડ અને એગ્રિકલ્ચર પ્રોડક્સમાં ભારે અરાજકતા સર્જાઈ છે. પોર્ટ ટ્રાફિક જામ થઈ ગયો છે, માલ વહનનો ખર્ચ વધી રહ્યો છે અને ડિલિવરીઓ ધીમી થઈ ગઈ છે.
ચીનમાં માંગ વધતા કન્ટેનર ક્રાઈસિસ મહિનાઓથી ઊભી થઈ છે, પરંતુ સુજાનોની ચેતવણી એ અન્ય શિપિંગ માર્કેટને પડી રહેલી મુશ્કેલીઓની પહેલી મોટી નિશાની છે. જો આવુ જ ચાલુ રહ્યું છે, માલ વહનની કિંમતો વધશે અને તેના કારણે મોંઘવારી વધશે.