નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનો આતંક ફરી એક વખત ટોચ પર છે. કોરોનાના કેસ મામલે ભારત વૈશ્વિક દેશોની યાદીમાં આગળ વધી રહ્યું છે. ભારતમાં કુલ 5 કરોડ 55 લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 59,118 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 257 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,18,46,652 થઈ ગઈ છે.
કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 12 લાખ 64 હજાર 637 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 32,987 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 4,21,066 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,60,949 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 25 માર્ચ સુધીમાં ભારતમાં કુલ 23,86,04,638 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરૂવારના 24 કલાકમાં 11,00,756 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ભારતમાં એક તરફ કોરોના વેક્સીનેશનના બીજા ચરણનું અભિયાન ચાલી રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં 5.55 લાખથી વધુ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. તો તેની સામે કોવિડ-19 સંક્રમણના બીજા વેવે હાહાકાર બોલાવી દીધો છે. તેના કારણે એક્ટિવ કેસોમાં જોરદાર ઉછાળો નોંધાયો છે. હાલ એક્ટિવ કેસનો આંક 4 લાખને પાર થઈ ગયો છે. રોજ નોંધાતા મૃત્યુના આંકડા પણ ચિંતામાં વધારો કરી રહ્યા છે. સતત ત્રીજા દિવસે મૃત્યુઆંક 250ની ઉપર નોંધાયો છે.
ભારતમાં કુલ 5 કરોડ 55 લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 59,118 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 257 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,18,46,652 થઈ ગઈ છે.