નવી દિલ્હી: એક સમયે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા હતા. જોકે, બે દિવસથી દેશવાસીઓ માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. સરકારી ઓઇલ કંપનીઓ તરફથી આજે સતત બીજા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આજે ગુરુવારે 25 માર્ચ ડીઝલ 20 પૈસા અને પેટ્રોલ 21 પૈસા સસ્તું થયું છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 90.78 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલનો ભાવ 81.10 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. બીજી તરફ મુંબઈમાં પેટ્રોલની કિંમત 97.19 રૂપિયા અને ડીઝલની કિંમત 88.20 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે. છેલ્લા બે દિવસમાં દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસા અને ડીઝલ 37 પૈસા સસ્તું થયું છે.
ઉલ્લેખનીય છે કે ગત મહિને 10 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરીની વચ્ચે સ્થાનિક ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 4થી 5 રૂપિયા પ્રતિ લીટરનો વધારો ઝીંકી દીધો હતો. પરંતુ 26 ફેબ્રુઆરી બાદ ક્રૂડનો ભાવ 8 ડૉલરથી પણ વધી ગયો છે, પરંતુ આ દરમિયા ન માત્ર 27 ફેબ્રુઆરીએ જ સામાન્ય વધારો કરાયો હતો.
જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ
દિલ્હી- પેટ્રોલ 90.78 રૂપિયા અને ડીઝલ 81.10 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 97.19 રૂપિયા અને ડીઝલ 88.20 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 90.98 રૂપિયા અને ડીઝલ 83.98 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 92.77 રૂપિયા અને ડીઝલ 86.10 રૂપિયા પ્રતિ લીટર છે.
આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.