હોળાષ્ટકનો આરંભ થઇ ચુક્યો છે. તેથી આ વખતનો શનિવાર હોળાષ્ટક દરમિયાન આવશે. હોળાષ્ટક દરમિયાન પડતા શનિવારના દિવસે ગ્રહોની વિશેષ સ્થિતિ જોવા મળી રહી છે.શનિદેવ વર્તમાન સમયમાં મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે. એટલે કે શનિ પોતાના જ ઘરમાં વિરાજમાન છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહને મકર રાશિનો સ્વામી માનવામાં આવ્યો છે.શનિગ્રહને તમામ નવ ગ્રહોમાં ન્યાયાધીશ હોવાનું સ્થાન મળ્યું છે. શનિની ચાલ ઘણી ધીમી છે. શનિ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહી છે. આ દરમિયાન શનિ પોતાના શુભ-અશુભ ફળ પ્રદાન કરે છે. એવુ માનવામાં આવે છે કે શનિદેવ વ્યક્તિને તેના કાર્યોના આધારે જ ફળ પ્રદાન કરે છે. શનિને દંડ આપનાર ગ્રહ પણ માનવામાં આવ્યો છે. તેથી જે વ્યક્તિ ખોટા અથવા અનૈતિક કાર્યો કરે છે, તેમને શનિદેવ પોતાની દશા, શનિની સાડાસાતી અથવા શનિની ઢૈય્યા દરમિયાન દંડ આપવાનું કાર્ય કરે છે. તેથી વ્યક્તિને ખોટા કાર્યો કરવાથી બચવુ જોઇએ.શનિવારનો દિવસ શનિ દેવને સમર્પિત છે. શનિવારના દિવસે પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. મિથુન, તુલા રાશિ પર શનિની ઢૈય્યા બનેલી છે. આ સાથે જ ધન, મકર અને કુંભ રાશિ પર વર્તમાન સમયમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. હોલીકા દહન પહેલા શનિવારનો દિવસ છે. હોળાષ્ટકમાં શનિવારના દિવસે શનિદેવની વિશેષ પૂજા કરવાથી લાભ મળે છે અને શનિની અશુભતા ઓછી થાય છે. શનિવારના દિવસે શનિ મંદિરમાં શનિ દેવને સરસિયાનું તેલ ચડાવો. આ સાથે જ શનિ ચાલીસા અને શનિ આરતીનો પાઠ કરો. શનિવારે શનિદેવ સાથે સંબંધિત વસ્તુઓનું દાન પણ કરવુ જોઇએ. આ દિવસે કોઢના રોગીઓની સેવા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. શનિદેવ પ્રસન્ન થાય છે.