પુણેઃ અત્યારે પૂણેમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વન ડે મેચોની શ્રેણી રમાઈ રહી છે ત્યારે મંગળવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ઓડીઆઈ શ્રેણીની પહેલી મેચમાં ભારતે વિજય મેળવ્યો હતો. જેમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ક્રૂકેટર હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યાને પણ ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂ મેચમાં કૃણાલ પંડ્યાએ હાફ સેન્ચૂરી ફટકારી હતી. ત્યારબાદ બાદ કૃણાલ પંડ્યા પપ્પાને યાદ કરીને ઇમેશનલ થયો હતો. પોતાના બાદ હાર્દિક પંડ્યાને ગળે લાગીને રડવા લાગ્યો હતો. આ વીડિયો બીસીસીઆઈએ શેર કર્યો હતો.
ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. ઓપનર ધવને 98 અને કે.એલ. રાહુલે 43 બોલમાં 4 ચોગ્ગા, 4 છગ્ગા સાથે અણનમ 62 રન બનાવ્યા હતા. આ સાથે ડેબ્યૂ મેચ રમનારા કૃણાલ પંડયાએ 31 બોલમાં 7 ચોગ્ગા, બે છગ્ગા સાથે અણનમ 58 રન ફટકાર્યા હતા. ભારતે 50 ઓવરોમાં પાંચ વિકેટે 317 રનનો મોટો સ્કોર કર્યો હતો.
જેના જવાબમાં ઇંગ્લેન્ડ રન રેટના દબાણ હેઠળ 251 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. બેરસ્ટો એ 66 બોલમાં 94 રનની ઇનિંગ રમી એક તબક્કે જીતની શકયતા ઉભી કરી હતી. શાર્દુલ ઠાકુર અને કારકિર્દીની પ્રથમ વન ડે રમનાર પ્રસિદ્ધ ક્રિષ્નાની મિડિયમ પેસ બોલિંગનું યોગદાન પણ રહ્યું.
પ્રસિદ્ધે 54 રનમાં 4 અને ઠાકુરે 37 રનમાં 3 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ સૌ પ્રથમ વન-ડે કારકિર્દીમાં શ્રેષ્ઠ બોલિંગ દેખાવ કરનાર ભારતનો બોલર બન્યો હતો. આજના વિજય સાથે કૃણાલ પંડયાનો વર્લ્ડ રેકોર્ડ અને તે સ્વર્ગસ્થ પિતાની યાદમાં ભાવુક બની ગયો હતો. તે દ્રશ્યો પ્રેક્ષકોને પણ ઇમોશ્નલ બનાવી દીધા હતા.
કૃણાલ પંડયાએ 26 બોલમાં તેના 50 રન પૂરા કરીને કારકિર્દીની પ્રથમ વનડેમાં ફાસ્ટેસ્ટ અર્ધી સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જયો હતો. અગાઉનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના જોન મોરિસના નામે હતો. તેણે તેની સૌ પ્રથમ વન ડેમાં ઇંગ્લેન્ડ સામે 1990માં 35 બોલમાં 50 રન પૂરા કર્યા હતા.
કૃણાલને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો તો તે રડી પડયો હતો. તેણે ધીરે ધીરે બોલતા કહ્યું કે, ‘આ ઇનિંગ મારા સ્વર્ગસ્થ પિતાને સમર્પિત છે.’ આ જોઈ તેનો ભાઈ હાર્દિક સાંત્વના આપતા કૃણાલને ભેટી પડયો હતો. હાર્દિક પંડયાએ કાર્તિક જોડે વાત કરતા જણાવ્યું હતું કે, ‘સ્વર્ગસ્થ પિતાને યાદ કરીને કૃણાલ ખૂબ જ ભાવુક બની ગયો છે.’