ભાવનગરના તળાજા થી મહુવા જતો એક સમય નો રોડ હવે રહ્યો નથી પણ મોટા ખાડા પડી જતા અહીંથી વાહન તો ઠીક ચાલતા પણ જવાય તેવી પણ સ્થિતિ નથી અને નફ્ફટ હાઇવે ઓથોરિટી ધ્યાન આપતું નથી એક તરફ પેટ્રોલ માં વધુ ટેક્સ,રોડ ટેક્સ,વાહન ટેક્સ વસુલ કરીને પણ માત્ર જનતા ને હેરાન કરવાના ધંધા શરૂ થઈ જતા હવે જનતા માં આક્રોશ ફેલાયો છે.ભાવનગર જિલ્લાના તળાજા થી મહુવા જતા વાહનો જોશો તો ડિસ્કો કરતા જતા નજરે પડશે જે લોકો આ વિસ્તારમાં નથી રહેતા અને બહાર થી આવે છે તેઓ આ રોડ જોઈને કહે છે કે અમે આવો ભંગાર રોડ ક્યાંય જોયો નથી અને પોતાના વાહનો 20 ની સ્પીડ થી વધુ ચલાવી શકતા નથી આ રોડ વર્ષો થી આ હાલત માં છે પણ નબળી નેતાગીરી ના પાપે અહીં ના લોકો ભોગવી રહ્યા છે જો નેતાગીરી મજબૂત હોત તો આવી સ્થિતિ ન હોત.
દરમ્યાન પસ્વી ગામ ના ભાજપના અગ્રણી રઘુભા રતુભા સરવૈયા કે જેઓ ભાજપ ના પેજ પ્રમુખ હોવાના
નાતે તેઓ એ ઉપર સુધી વારંવાર રજૂઆતો કરી હોવાછતાં પણ કોઈ પરિણામ નહિ આવતા આંદોલન નો નિર્ણય લેવાયો છે.
રઘુભા સરવૈયા એ આ અંગે ડેપ્યુટી કલેકટર તેમજ પ્રાંત અધિકારી ને લેખિત રજૂઆત કરી જણાવ્યુ છે કે નેશનલ ઓથોરીટી દ્વારા સોમનાથ-ભાવ નગર ફોર ટ્રેક નું કામ પણ બંધ છે અને જૂના રોડ નું પણ કામ થતું ન હોઈ પ્રજાજનો હેરાન થઈ રહ્યા છે. તળાજા ના 50 ટકા ગામો આ રોડ ને લાગુ પડતા હોય લોકો પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે.
આ અંગે ચુંટણીઓ અગાઉ પણ પક્ષ પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા,સાંસદ ભારતી બેન શિયાળ,મંત્રી કુંવરજી બાવળિયા વગરે ને રજૂઆતો કરવામાં આવી હોવાછતાં કોઈએ ધ્યાન નહિ આપતા હવે આંદોલન એજ એક માર્ગ રહ્યો છે.
આ રોડ કામ માં રાજકારણ ના માણસો એ પેટા કોન્ટ્રાકટ રાખી 4 ટકા કામ કરી 50 ટકા બિલો ઉપાડી લીધા હોવાનું ઉમેરી હવે જો તા.31 માર્ચ સુધી માં જવાબદારો ધ્યાન નહિ આપે તો 1 એપ્રિલ થી રોડ રોકો આંદોલન કરવામાં આવશે જેની જવાબદારી નેશનલ હાઇવે ઓથોરીટી ની રહેશે તેમ જણાવાયું છે.