બિલાડીનો રસ્તો કાપવો, આંખ ફરકવી, ઘરે નીકળતી વખતે છીંક આવવી, કૂતરાનું રડવું અને દૂધનું ઉકળીને બહાર ઢોળાવું- આ બધી ઘટનાઓને અપશુકન અને અશુભ સંકેત માનવામાં આવે છે. કાચનું તૂટવુ પણ આ સૂચિમાં શામેલ છે. મોટી સંખ્યામાં લોકોનું માનવું છે કે જો ઘરમાં રાખેલા કોઈપણ અરીસા અથવા કાચ તૂટી જાય છે, તો તે અશુભ ઘટના છે અને તેના કારણે નજીકના ભવિષ્યમાં કોઇ ખરાબ સમાચાર મળી શકે છે.જો તમે વાસ્તુ શાસ્ત્રમાં વિશ્વાસ કરો છો, જો ઘરમાં અરીસો અથવા કાચ અચાનક તૂટી જાય છે, તો તેનો અર્થ એ કે ઘર પર આવનાર કોઈ સંકટને કાચે પોતાના ઉપર લઈ લીધું છે અને સમસ્યા ટળી ગઇ છે અને તૂટેલા કાચને તરત જ ઘરની બહાર ફેંકી દો.
જો ઘરની બારી અથવા દરવાજાના કાચ અચાનક તૂટી જાય છે અથવા તિરાડો આવે છે, તો તે અપશુકન નથી, પરંતુ તે સંકેત હોઈ શકે છે કે થોડા દિવસો પછી તમારા ઘરમાં કોઈ સારા સમાચાર આવી રહ્યા છે અથવા ધનનું આગમન થવાનું છે. વાસ્તુના શાસ્ત્રો અનુસાર કાચ અથવા અરીસો અચાનક તૂટી જવાનો પણ અર્થ એ થઈ શકે છે કે ઘરમાં કોઈ જુની મડાગાંઠ અથવા વિવાદ સમાપ્ત થઈ રહ્યો છે અથવા જો કોઈ વ્યક્તિ બીમાર છે, તો ધીમે ધીમે તેમની તબિયત ઠીક થવા લાગશે. જો કે, ધ્યાનમાં રાખો કે જો ઘરમાં રાખેલ કોઈ કાચ અથવા અરીસો તૂટી જાય છે, તેના વિશે બિનજરૂરી બૂમરાણ કે હલ્લો કરવાને બદલે કાચના ટુકડા સાફ કરી ઘરની બહાર ફેંકી દો. વાસ્તુ શાસ્ત્ર મુજબ, અરીસા અથવા કાચની ખરીદી કરતી વખતે પણ ધ્યાનમાં રાખશો કે ઘરમાં કોઈ ગોળ અથવા ઇંડાકાર આકારનો કાચ ન રાખો. આવા દર્પણ ઘરની સકારાત્મક ઉર્જાને નકારાત્મક ઉર્જામાં ફેરવે છે. તેથી, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી, ચોરસ આકારનો અરીસો જ ઘરમાં લગાવો.