પૂર્ણિમાની રાતે હોળીકા દહન પણ કરવામાં આવે છે અને પછીના દિવસે એટલેકે ધુળેટીના દિવસે રંગોથી હોળી રમવામાં આવે છે.આ વખતે 28 માર્ચે હોળીકા દહન કરવામાં આવશે તથા 29 માર્ચે સવારે રંગોથી હોળી રમવામાં આવશે. આમપણ આ વખતે હોળીનો તહેવાર અન્ય કારણોથી ખાસ રહેવાનો છે.જ્યોતિષના માનવા અનુસાર આ વખતે હોળી પર 499 વર્ષ પછી ગ્રહોનો અદભુત સંયોગ બની રહ્યો છે. ચાલો તમને પણ હોળી પર બની રહેલો આ વિશેષ સંયોગ,તિથિ,હોળાષ્ટક અને શુભ મુહર્ત વિશે વિસ્તારપૂર્વક જણાવીએ.જ્યોતિષનું કહેવું છે કે હોળી પર ચંદ્ર કન્યા રાશિમાં હશે જયારે ગુરુ અને ન્યાયના દેવ શનિ પોતપોતાની રાશિમાં વિરાજમાન હશે. જ્યોતિષના કહેવા પ્રમાણે ગ્રહોનો આવો મહાસંયોગ ઈ.સ.1521 માં બન્યો હતો. ત્યારબાદ 499 વર્ષ પછી ફરીવાર હોળી પર આવો મહાસંયોગ બનશે.રંગો અને ખુશીનો તહેવાર હોળી આ વર્ષે બે ખાસ સંયોગ લઈને આવી છે. જ્યોતિષના જાણકારોના કહેવા પ્રમાણે હોળી આ વખતે સર્વાર્થ સિદ્ધ યોગ અને અમૃત સિદ્ધ યોગ પણ બનશે.
આ બને યોગ એકદમ શુભ માનવામાં આવે છે. હોલિકા દહન રવિવારના 28 માર્ચના રોજ થશે. આ દિવસે સાંજે 6:36 થી લઈને 8:56 કલાક સુધી હોળીકા દહનનું મુહર્ત છે એટલેકે આનો સમય 2 કલાક 19 મિનિટનો રહેશે. પૂર્ણિમા તિથિ 28 માર્ચે સવારે અંદાજિત સવારે 3:30 વાગ્યાથી 29 માર્ચની રાતે અંદાજિત 12:15 સુધી રહેશે . હિન્દૂ ધર્મમાં હોળીના આઠ દિવસ પહેલાજ બધા શુભ કાર્યોને રોકી દેવામાં આવે છે. આ સમય અવધિને હોળાષ્ટક કહેવાય છે. ફાગણ શુક્લ આઠમથી હોળીકા દહન સુધી હોળાષ્ટક રહે છે. આ વખતે હોળીકા દહન 28 માર્ચએ થશે એટલે હોળાષ્ટક 22 માર્ચથી લઈને 28 માર્ચ સુધી રહેશે. હોળાષ્ટકમાં શુભ કાર્યો વર્જિત હોય છે પરંતુ જન્મ અને મૃત્યુથી જોડાયેલા કાર્યો થાય છે. હિન્દૂ ધર્મની માન્યતા અનુસાર હિરણ્ય કશ્યપે આઠ દિવસ સુધી પોતાના પુત્ર પ્રહલાદને ખુબજ હેરાન કર્યો હતો. ભગવાન વિષ્ણુની ભક્ત પ્રહલાદ પર અસીમ કૃપા હતી. એટલા માટે તે દરવખતે બચી જતો હતો. ત્યારથી હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટક મનાવવાની પરમ્પરા ચાલી રહી છે. હિરણ્ય કશ્યપની બહેન હોળીકાને આગમાં ન બળી શકે તેવું વરદાન હતું. પોતાના અહંકારી ભાઈના કેહવા પ્રમાણે હોળીકા પોતાના ભત્રીજા પ્રહલાદને લઈને આગમાં બેસી ગઈ. પરંતુ હરિકૃપાથી પ્રહલાદનો જીવ બચી ગયો અને હોળીકા બળીને ભસ્મભૂત થઇ ગઈ.