મુંબઈમાં વધતા કોરોના મામલે BMCએ મોટો નિર્ણય લીધો છે. હવે મુંબઈમાં કોઈને પણ પ્રવેશ પહેલા Antigen ટેસ્ટ કરાવવો પડશે. આ નિર્ણય બાદ હવે સોમવારથી એન્ટીજન ટેસ્ટ જરૂરી બની જશે.મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસોને લઈને બીએમસીએ સખ્ત નિર્ણય લીધો છે. આ અગાઉ બીએમસીએ મુંબઈમાં માસ્ક નહીં લગાવતા લોકો પર આકરા દંડ વસૂલવાનું પણ શરૂ કર્યુ છે. ત્યારે હવે મોલ જેવી ભીડ-ભાડવાળી જગ્યાઓએ સંક્રમણ પર કાબૂ મેળવવા માટે બીએમસીએ એન્ટીજન ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.બીએમસીના આદેશ અનુસાર મુંબઈમાં સોમવારથી મોલમાં પ્રવેશ કરવા માટે એન્ટીજન ટેસ્ટ કરાવવાનો ફરજિયાત છે. તે માટે બીએમસી તરફથી ટીમનું નિર્માણ પણ કરાયુ છે. સોમવરાથી મુંબઈના તમામ મોલમાં કલેક્શન ટીમ તૈનાત કરાઈ છે. એટલુ જ નહીં મોલમાં પ્રવેશવા માટે રિપોર્ટ નેગેટિવ આવવો જરૂરી છે.આ અગાઉ મહારાષ્ટ્રમાં ગુરૂવારે કોરોના વાયરસના સંક્રમણના 25,833 નવા કેસ સામે આવ્યા છે. ગત વર્ષે માર્ચમાં આ સમયે કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. તે સમયથી લઈને અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ છેલ્લા 24 કલાકામં આવ્યા છે. આ અગાઉ 11 સપ્ટેમ્બરે સૌથી વધારે 24,886 કેસ આવ્યા હતા.
